________________
ગુરુદેવશ્રીએ “યોગદ્રષ્ટિસમુચ્ચય' જેવા અર્થગંભીર ગ્રન્થરત્ન ઉપર સર્વ નયને સાપેક્ષ રહીને કરેલા વ્યાખ્યાનો ચતુર જિજ્ઞાસુવર્ગને એક ઉત્તમ સ્વાધ્યાયનું આલમ્બન પુરું પાડશે એમાં કોઈ શંકા નથી.
આ પૂર્વે પૂજયપાદશ્રીએ શ્રી લલિતવિસ્તરા” ગ્રન્થના વિવેચન રૂપે પરમ તેજ' ભા. ૧-૨ તથા શ્રી “પંચસૂત્ર' ગ્રન્થના વિવેચનરૂપે “ઉચ્ચ પ્રકાશના પંથે આ બે ગ્રન્થો શ્રી સંઘ સમક્ષ મૂકીને શાસનની ઉત્તમ સેવા બજાવી છે. એ બે ગ્રન્થોના સુજ્ઞ વાચકોએ નિષ્પક્ષપણે એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વળી યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થની પીઠિકારૂપે એકવાર પૂર્વે પણ પૂજ્યશ્રીના પ્રવચનો પ્રસિદ્ધ થયેલાં છે. આ ગ્રન્થોનાં વાચકોએ તેના સ્વધ્યાયથી જે નિર્જરા સિદ્ધ કરી છે, તેમાં પ્રગટ થતાં આ નવા ગ્રન્થથી અપૂર્વ વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે.
સ્વોપજ્ઞ ટીકા સહિત યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થ ઘણો સંક્ષિપ્ત તથા ગૂઢ હોઈને પ્રબુદ્ધ સંસ્કૃતજ્ઞોને પણ તેના સ્વાધ્યાયથી વંચિત રહેવું ન પડે એ માટે પૂજ્યપાદશ્રીએ આ ગ્રંથની ગૂઢગ્રંથિઓને આ વ્યાખ્યાનોમાં ખોલી આપીને મહાન ઉપકાર કર્યો છે. ક્વચિત્ પ્રશ્નોત્તરની શૈલીથી તો ક્વચિત્ વિધાનાત્મક શૈલીથી પૂજયશ્રીએ ગ્રન્થના ગૂઢ તત્ત્વોને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા છે. વળી ગ્રન્થના વિષયોને સમજવા માટે જ્યાં અન્ય અન્ય વિષયોની માહિતીની જરૂર હતી ત્યાં પૂજયશ્રીએ પ્રાસંગિક રીતે રજૂ કરવામાં ક્યાંય સંકોચ રાખ્યો નથી એનાથી વાચકોને મોટો લાભ એ થશે કે ગ્રન્થાન્તર્ગત વિષયો ઉપરાંત પણ જૈન-જૈનેતર શાસ્ત્રોના અન્ય પણ અનેક સિદ્ધાન્તોનું સચોટ જ્ઞાન પ્રાપ્ત થશે, જે ગ્રન્થના વિષયોને સમજવા માટે પણ ઘણું જ ઉપયોગી બનશે. વાચકવર્ગને એક વિષયની જિજ્ઞાસા શમે કે તરત જ અન્ય વિષયોની જિજ્ઞાસા ઊભી થઈ રહે અને આગળ એનું સમાધાન પણ મળતું રહે એવી સુંદર વ્યાખ્યાનોની શૈલીથી ગ્રન્થના મર્મો પ્રગટ કરવામાં પૂજયપાદશ્રીએ ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે એ “પરમતેજ વગેરે ગ્રન્થના વાચકોને તો અનુભવસિદ્ધ હશે જ, ઉપરાંત આ ગ્રન્થ વાંચીને પણ તેવો જ અનુભવ થશે એમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં આ વ્યાખ્યાનગ્રન્થ અનેક બહુમૂલ્ય અનુભવો, ગૂઢ શાસ્ત્રચિંતન
(૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org