________________
જૈન ઉપદેશકની કુશળતા આ વિશેષતાઓ ઉપરાંત, કોઈપણ જાતની આ લોક-પરલોકની પૌદ્ગલિક આશંસા છોડાવવા માટે પૂજ્યપાદશ્રીએ કેવી કુશળતાપૂર્વક પ્રતિપાદન કર્યું છે તે નીચેના ફકરાઓ વાંચનારને બરોબર ખ્યાલમાં આવશે.- (જુઓ પેજ ૧૭૫) ચારિત્ર જ નહિ, પણ ગૃહસ્થપણાનીય દેવ-દર્શન-પૂજા વગેરે ધર્મક્રિયા પણ ઓઘદ્રષ્ટિ રાખીને ઐહિક કામનાઓથી કરી. દા.ત.“દેવદર્શનપૂજા-આદિ ધર્મક્રિયા સારી રીતે કરીએ તો ધર્માત્મામાં ખપીએ, તો વેપારમાં શાખ સારી પડે, ધર્મી કુટુંબોની કન્યાઓ આપણાં દીકરાઓ વેરે આવે”... “ઘોડીયા-પારણું લઈએ તો ઘેર વહુને દીકરો જન્મ અને ઘોડિયાપારણું બંધાય....” આમ વિષયરાગથી ધર્મક્રિયા થઈ...
(જુઓ- પેજ ૧૭૬) “સારાંશ, ઓઘદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓમાં ધર્મયોગોમાં દ્રષ્ટિ અને પ્રીતિ દુન્વયી વિષયો પર, કાયિક સુખો પર; પણ આત્માનાં- આત્મહિતોનો કશો વિચાર જ નહિ.”
આ રીતે પૂજ્યશ્રીએ યોગદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓ કરતાં ઓઘદ્રષ્ટિની ક્રિયાઓને સ્પષ્ટ અલગ પાડી બતાવી દીધી છે. એ સૂચવે છે કે તેઓ ધર્મક્રિયાઓનું જરાપણ અપમાન ન થાય અથવા ધર્મક્રિયાઓમાં કોઈને હેયબુદ્ધિ ન થઈ જાય તે રીતે પૌદ્ગલિક આશંસાઓની હેયતાનું સચોટ નિરૂપણ કરે છે.
તે છતાં પણ ત્યાં એમ કહેતા નથી કે “આવી સંસારમાં ઊભી થયેલી આપત્તિના નિવારણ યા જરૂરી કાર્યના સંપાદનના ઉદ્દેશથી કરેલી ધર્મક્રિયાઓ તમને સંસારમાં રખડાવી મારશે – નુકશાન કરશે, કે સાવ નકામી છે અને તે રીતે ન જ થાય.” એમ નહિ કહેવાનું કારણ એ છે કે શ્રાવક સંસારઘરવાસમાં રહે તો પણ ધર્મને જ મુખ્ય કરનારો હોય છે. કેમ કે ધર્મ પર એને એવી શ્રદ્ધા છે કે ઠેઠ મોક્ષ સુધીના સમસ્ત વાંછિતો ધર્મથી જ સિદ્ધ થાય છે. માટે શ્રાવક વાતે વાતે ધર્મને જ આગળ કરે છે, ધર્મનું જ શરણું લે છે. તો પછી મોક્ષ સિવાયના બીજા કાર્ય માટે કે આપત્તિના નિવારણ માટે એ પોતે
(૭૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org