________________
તથા જે નયની પોતે પ્રરૂપણા કરે છે તેનાથી ભિન્નભિન્ન નયની પ્રરૂપણાઓ પ્રત્યે સાપેક્ષભાવ રાખીને જ શાસ્ત્રીય પદાર્થોની ચર્ચા કરે છે. ચર્ચા પણ માત્ર ખંડન-મંડનના આંતરિક રસને લીધે નહીં કિંતુ શુદ્ધ જિજ્ઞાસાભાવથી અથવા અજ્ઞોને સુજ્ઞ બનાવવાના શુભ આશયથી કરે છે. એનાથી એક લાભ એ થાય છે કે જે લોકોએ શાસ્ત્રોની માત્ર એકતરફી વાતો સાંભળી કે વાંચીને કેટલાક મજબૂત અભિપ્રાયો બાંધી લીધા હોય છે તે કદાગ્રહમાં પરિણમે તે પૂર્વે જ તેઓને અન્ય તરફી શાસ્ત્રોની વાતો જાણવા મળવાથી પૂર્વબદ્ધ અભિપ્રાયોને પરિષ્કૃત કરી લેવાની તક મળે છે.
એક ઉદાહરણ આપું, વિ.સં. ૨૦૨૭માં અમારું સિરોહીમાં ચોમાસું હતું. ચોમાસું પૂરૂ થયા પછી ત્યાં પાટણથી પૂજ્યપાદ વિદ્વાન આચાર્યદેવ(તે વખતે પંન્યાસ શ્રી મુક્તિવિજ્યજી ગણિવર્ય) શ્રી વિહાર કરતા પધાર્યા. શાસ્ત્રોની વાતો કરતા કરતા મેં તેઓશ્રીને કહ્યું કે સાહેબ ! આપના વ્યાખ્યાનમાં મેં એક વાર સાંભળ્યું છે કે સાધુ જો સર્વવિરતિનો ઉપદેશ કર્યા વિના દેશવિરતિનો ઉપદેશ કરે તો તેને સ્થાવર જીવોની હત્યામાં અનુમતિનો દોષ લાગે જ.
પૂજ્યશ્રીએ કહ્યું કે હા, બિલકુલ બરાબર છે. ઉપમિતિમાં એવો પાઠ પણ છે તેને આધારે ભારપૂર્વક હું આ વાત બોલું છું.
મેં કહ્યું સાહેબ ! એ વાત ઠીક છે પણ યોગશતક ગ્રન્થની સ્વોપજ્ઞ ટીકામાં (આ ટીકા તે વખતે પહેલી વાર તાજી જ છપાયેલી અને મારા વાંચવામાં આવેલી, તેમાં) પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્લોક ૨૮ અને ટીકામાં ભારપૂર્વક પહેલાં દેશવિરતિનો ઉપદેશ કરવાનું જણાવે છે તથા ખુલાસો કરે છે કે સર્વવિરતિનો ઉપદેશ કર્યા પહેલાંજ દેશવિરતિના વ્રતો આપે તો પેલો દોષ લાગે પણ ઉપદેશ કરવામાં નહીં. - એનું શું ?
પૂજયશ્રીએ કહ્યું કે ક્યાં છે ? લાવો આપણે જોઈએ ! એટલે મેં એ શ્લોક અને ટીકા એ ગ્રન્થમાંથી કાઢી દેખાડ્યા.
अथ किमर्थं सुप्रसिद्धमादौ साधुधर्मोपदेशमुल्लङ्घ्यास्य श्रावक
ધર્મોપદેશ ?
ત્યા૬
Jain Education International
(૭૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org