________________
‘યોગદ્રષ્ટિસમુચ્ચય’માં આઠ દ્રષ્ટિના ભેદથી યોગનું નિરૂપણ કર્યું છે, અને એના પ્રથમ શ્લોકના વિવરણમાં જ સૂચિત કર્યું છે કે વિસ્તારથી યોગનું નિરૂપણ ઉત્તરાધ્યયન-યોગનિર્ણયાદિમાં કરાયેલું છે. કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પોતાના યોગશાસ્ત્રમાં જ્ઞાનદર્શનચારિત્ર- રત્નત્રયીને યોગ કહ્યો છે, તથા પાંચસમિતિ- ત્રણ ગુપ્તિ આ આઠ પ્રવચનમાતાને પણ યોગરૂપે ઓળખાવી છે. આનાથી એ ફલિત થાય છે કે શ્રી જૈનશાસનમાં યોગ માત્ર ધ્યાન કે સમાધિ રૂપ જ નથી, પરંતુ તેનો અર્થ અને તેની પ્રક્રિયા ખૂબજ વ્યાપક છે. ટૂંકમાં એમ કહી શકાય કે મુક્તિપ્રાપક કોઈ પણ સાધનાનુ નામ જ યોગ છે. જૈનેતર પાતંજલયોગાદિ ગ્રન્થોમાં જે યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન છે તેના કરતાં જૈન ગ્રન્થોમાં યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન કેટલું વિસ્તારથી, ઊંડાણથી અને વ્યાપકરૂપે કરાયેલું છે તેનો આ ઉપરથી સહેજે આછો ખ્યાલ આવી શકે છે.
સદ્યોગ વિના શાસ્ત્રો પણ સંસાર :
જૈન શાસ્ત્રોમાં જે વ્યાપક અર્થમાં ‘યોગ’ પદાર્થનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ છે, તેના અભ્યાસ પછી પણ જો યોગાભ્યાસ જીવનના ક્ષેત્રમાં અમલી ન બને તો કોરી યોગચર્ચાનું કાંઈ ફળ મળતું નથી. પૂ. હરિભદ્રસૂરિજી મહા૨ાજે યોગબિંદુમાં ખૂબજ માર્મિક એક શ્લોક (૫૦૯)માં જણાવ્યું છે કે
·
‘જેમ મૂઢ ચિત્તવાળા મનુષ્યો પુત્ર-પત્ની વગેરેનો સંસાર ઊભો કરે છે,તેમ શુદ્ધ યોગના અભ્યાસ વગરના વિદ્વાન, પંડિતો શાસ્ત્રમય સંસાર ઊભો કરે છે.’ આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોનો અભ્યાસ શુદ્ધ યોગાભ્યાસની સાધના માટે છે, નહીં કે તથ્યહીન વાદ-વિવાદની પરંપરા લંબાવવા માટે. અન્યથા એ પણ એક સંસાર જ બનીને રહી જાય છે. પતંજલિએ પણ કહ્યું છે કે અનિશ્ચિત વાદ અને પ્રતિવાદમાં પડ્યા રહેનારા, તલ પીલનારી ઘાણીના બળદની જેમ ક્યારેય તત્ત્વના રહસ્યને પામી શકતા નથી. એટલે સદ્યોગના અભ્યાસીઓ હંમેશા શાસ્ત્રોના તાત્પર્યને નજર સમક્ષ રાખીને, • पुत्रदारादिसंसारः पुंसा संमूढचेतसां । विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम् ॥
(૬૯)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org