________________
જૈનદર્શનમાં યોગ :
જૈન શાસ્ત્રોમાં “યોગ' શબ્દ પ્રાચીન કાળથી જ વપરાતો આવ્યો છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિને જીવના યોગ રૂપે ઓળખવામાં આવી છે. વિકાસક્રમના ૧૩માં ગુણસ્થાનક સુધી જીવને સયોગીરૂપે ઓળખવામાં આવ્યો છે, જયારે ૧૪માં ગુણસ્થાનકે અયોગીરૂપે ઓળખાવ્યો છે. જૈનશાસનની આ વાત ઘણી જ સૂચક અને મહત્ત્વની છે કે “યોગ” એ જીવનું ચરમ લક્ષ્ય નથી, પરંતુ “અયોગ' અર્થાત્ તત્ત્વકાય અવસ્થા એ અંતિમ લક્ષ્ય છે. એ અવસ્થામાં પહોંચવા માટે અશુભ મન-વચન-કાયયોગનો નિરોધ અને શુભ પ્રશસ્ત મન-વચન-કાયયોગનું પ્રવર્તન અનિવાર્ય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં “અશુભ યોગનો નિરોધ એ અર્થમાં કાળ જતાં યોગ શબ્દ રૂઢ બની ગયો છે. પાંતજલ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ કહ્યો છે, એમાં પણ ઉપાધ્યાયજી મહારાજે “કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ' આવો મહત્ત્વનો પરિષ્કાર સૂચવ્યો છે, શ્રી જૈનશાસનમાં યોગ શબ્દનો માત્ર “વૃત્તિનિરોધ' એવો સંકુચિત અર્થ કરવામાં આવ્યો નથી કિંતુ જો યોગના યોગ: સર્વોf ઘ-વ્યાપાર:” એ ઉક્તિ વડે નીચેથી માંડીને ઉપરના પગથિયા સુધીના તમામ મોક્ષસાધક ધર્મવ્યાપારને “યોગ” રૂપે ઓળખાવ્યો છે. એટલે શ્રી જૈનશાસનમાં “યોગ” તત્ત્વને સાંગોપાંગ ઓળખવા માટે કોઈ એકાદ શાસ્ત્ર વાંચી લેવાથી કામ સરી જતું નથી, જુદા જુદા શાસ્ત્રોમાં યોગનું જુદી જુદી અનેક શૈલીથી નિરૂપણ કરાયેલું છે. પ્રાચીનમાં પ્રાચીન આવશ્યક નિર્યુક્તિ શાસ્ત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ ગોપાળ (યોગાધ્યયન)માં સંગ્રહ કરવા યોગ્ય ૩૨ પ્રકારના યોગ દેખાડ્યા છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગવિંશિકા પ્રકરણમાં “સ્થાન-ઊર્ણ-અર્થ-આલમ્બન-નિરાલમ્બન' પાંચ ભેદથી યોગપ્રક્રિયા દેખાડી છે. યોગશતક' ગ્રન્થમાં તેઓએ સજ્ઞાન-સદર્શનસચ્ચારિત્રના સંબંધને નિશ્ચય-દ્રષ્ટિથી અને એના હેતુભૂત ગુરુવિનયાદિને વ્યવહારદ્રષ્ટિથી યોગ કહ્યો છે. તેઓએ જ યોગબિન્દુમાં અધ્યાત્મ-ભાવનાધ્યાન-સમતા-વૃત્તિસંક્ષય આ પાંચ ભેદથી યોગની પ્રરૂપણા કરી છે. તેઓએ
(૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org