________________
શ્રી સિદ્ધચક્ર -(લે.પૂ.સાગરાનંદસૂરિ) વિ.સં.૧૯૯૦ વર્ષ બીજુ અંક-૧૯
અન્ય ઉદેશ કે ઉદ્દેશશૂન્યપણે થતી દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમક્રિયાનું બીજ છે. એક વખત પણ જેને દ્રવ્યઅનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ છે તેને થોડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે, અને આજ કારણથી ભગવાન્ હરિભદ્રસૂરિજી પંચવસ્તુપ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે તે દ્રવ્યચારિત્રો ભાવચારિત્રોનું કારણ છે. આજ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ માનપૂજાની ઈચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુક્રિયામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે એમ જણાવે છે.
ધર્મક્રિયા કદાચ અન્ય ઉદેશ કે ઉદેશશૂન્યપણે કરવામાં આવે તોપણ તે ઉદેશશૂન્ય કે અન્યઉદેશપણે કરેલી ધર્મક્રિયા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હોઈ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે. આજ કારણથી અભવ્યમિથ્યાદષ્ટિઓને પણ સામાન્યવ્રતની ક્રિયા, અણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દોષભાગીપણું માન્યું નથી. જો દ્રવ્યક્રિયા માત્ર જીવોને દૂષિત કરનારી હોત તો ગુણઠાણાની પરિણતિ વગરના અભવ્ય, દુર્વ્યવ્ય કે મિથ્યાદષ્ટિ જીવોને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી ખોટો આડંબર ગણી દેવલોક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે દ્રવ્યક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળો
',
ગણાઈ અધિક દુર્ગતિએ જવાવાળો કહેવો જોઈએ,પણ તેમ નહિ થતાં અભવ્ય, દુર્ભાવ્ય કે મિથ્યાદષ્ટિને પણ જેમ જેમ દ્રવ્યક્રિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ માની ઉંચા ઉંચા દેવલોકની પ્રાપ્તિ માનવામાં આવે છે.
Jain Education International
(૬૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org