________________
જૈન ધર્મને વિશે લેશમાત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. જૈનધર્મ વગર અન્ય કોઈપણ ઉત્તરોત્તર ઈષ્ટને આપનાર નથી. ૪૫૮.
(b) ત્રિશ.પુ પર્વ-૧, સ-૨, શ્રીદત્તાએ પૂછ્યા બાદ સત્યયશમુનિનો ઉપદેશ
श्रीदत्ता :- यद्यप्यस्मिन्नयोग्याहं मंदभाग्या तथापि हि । अमोघं त्वद् वच इति श्रेयसे किंचिदादिश ।।२६३ ।। यथा भवांतरे भूयो नेदृशी स्यां तथा कुरु । त्वादृशे त्रातरि त्रातः किं किं न स्यान्मनीषितम् ।।२६४ ।। मुनिः इत्याकर्ण्य वचस्तस्या योग्यतां च विचार्य सः । धर्मचक्रवालं नाम तपोऽनुष्ठातुमादिशत् ।।२६५ ।। द्वे त्रिरात्रे चतुर्थानि सप्तत्रिंशदिह त्वया । विधातव्यानि गुर्वर्हदाराधननिली-नया ।।२६६ ।। प्रभावात्तपसोऽमुष्य न हि भूयो भविष्यति । अपत्यमिव वायस्यास्तवेदृक्षं મવાન્તરમ્ ||ર૬૭ ||
શ્રદત્તા કહે છે જો કે આ બાબતમાં હું અયોગ્ય છું, મંદભાગ્યવાળી છું છતાં પણ તમારું વચન અમોઘ છે એ પ્રમાણે કરીને કલ્યાણ માટે કોઈક આદેશ કરો..ર૬૩ જેથી ભવાંતરમાં ફરીથી આવા પ્રકારની પરિસ્થિતિ ન થાય તે પ્રમાણે કરો. તમારા જેવા રક્ષક હોતે છતે શું શું વાંછિત ન મળે //ર૬૪ો
મુનિએ આ પ્રમાણે તેણીનું વચન સાંભળીને અને યોગ્યતાને વિચારીને તેમણે ધર્મચક્રવાલ નામનો તપ કરવા માટે આદેશ કર્યો. ર૬પા દેવગુરૂની આરાધનામાં લીન થઈને તારે બે અને ત્રણ રાત્રિના ક્રમથી ૩૭ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીનાં બચ્ચાની જેમ ફરીવાર તને આવો ભવ પ્રાપ્ત થશે નહિ.ર૬૭
(૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org