________________
નિયાણા સહિતનો ધર્મ - તપફલની માગંણી પૂર્વક કરેલો તપ, પ્રસ્તાવથી સર્વજ્ઞ ભગવાને જ બતાવેલો ધર્મ. તે દોષ અને ગુણ બન્ને કરે છે.
અહીંયા કોઈ પ્રશ્ન કરે છે :- મિથ્યાત્વક્રિયાના ધર્મના ફલરૂપ પ્રાપ્તથયેલ રાજ્યવિ. થી બીજા ભવે દુર્ગતિનું કારણ હોવાથી દોષપણું પહેલા કહ્યું છે. અહીંયા તો નિયાણા સહિત ધર્મના ફલરૂપ રાજ્યવિ.થી તે જ રીતે દુર્ગતિનું કારણ હોવા છતાં પણ ગુણપણું કહ્યું તેમાં શું તફાવત છે ?
તે કહે છે :- મિથ્યાદૃષ્ટિના તપનું ફળ, તેવા પ્રકારના વિવેકરહિતતાના કારણે પ્રાયઃ પાપાનુબંધી હોવાથી તેના ફલરૂપે પોતાને પ્રાપ્ત થયેલા રાજ્યાદિથી રાજાવિ.ને ધર્મથી વિમુખ કરીને હિંસારૂપ મહાઆરંભ પ્રવર્તાવનારો હોવાથી તેમજ કોઈ કોઈને ધર્માભિમુખ હોવા છતાં હિંસાદિમય યજ્ઞાદિ મિથ્યાક્રિયામાં જ એક રુચિ અને તેને પ્રવર્તાવવા વિ. થી દુર્લભબોધિપણાનું કારણ હોવાથી દોષરૂપ છે.
સનિદાન :- જિનેશ્વર ભ. કહેલા તપનું ફળ રાજ્યાદિ વળી પોતાને પ્રાપ્ત કરનારા રાજાવિ.ને સર્વવિરતિવિ. વિશેષ પ્રકારનો ધર્મ પ્રાપ્ત ન થયે છતે પણ જિનધર્મના અનુરાગવિ.થી ધર્મનું યથાયોગ્ય પાલન કરવાથી ભવાંતરે સુલભબોધિ પણાનું કારણ હોવાથી ગુણપણું કહ્યું છે. અથવા એ પ્રમાણે પંડિતોએ બીજા પણ હેતુઓ યથાયુક્તિ અહીંયા કહેવા એ પ્રમાણે ધર્મનો ત્રીજો પ્રકાર થયો.
૧૦૧. નવપર્વ પ્રરા, મૂ..99 ની ટીકામાં મિથ્યાત્વમાવના થાન,
(a) વ્યાસેનૈવમુપવિષ્ટમ્ “ામાર્થી લિપ્સમાનસ્તુ, ધર્મમેતિશ્વરેત્ । नहि धर्माद् भवेत्किंञ्चित् दुष्प्रापमिति मे मतिः । । ”
વ્યાસે આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે કામ અને અર્થને મેળવવાની ઈચ્છાવાળાએ ધર્મને જ શરૂઆતથી આચરવો જોઈએ. ધર્મથી કાંઈપણ દુષ્પ્રાપ્ય નથી આ પ્રમાણે મારી મતિ કહે છે.
Jain Education International
(૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org