________________
૯૭. વિવિધ પ્રશ્નોત્તર : પૂ. દાનસૂરિ મ. પ્રશ્નોત્તર ન. ૧૩૮
પ્ર. “જેને મોક્ષની શ્રદ્ધા જ નથી તેવા અભવ્ય પ્રાણીઓ પરમેશ્વરી દીક્ષા શા હેતુથી ગ્રહણ કરતા હશે ?
ઉ૦ અંતરગત શ્રદ્ધા નહિ હોવા છતાં દ્રવ્યાદિક અનેક દેખીતા અદુષ્ટ કિવા દુષ્ટ હેતુઓથી પણ શુભાનુષ્ઠાનને સેવનારા જગતને ચેકમાં દૃષ્ટિગોચર થાય છે. એ જ સનાતન નિયમ પ્રમાણે અભવ્ય આત્માઓ પણ શ્રદ્ધા નહિ હેવા છતાં તપશ્ચર્યા કરવાથી જગતમાં સ્વલાઘા, માનપૂજા વગેરે થાય છે તેને અર્થે તથા કેટલાક તો મોક્ષની નહિ પરંતુ પર કાદિની શ્રદ્ધાવાળા દેવાદિકના સુખની પ્રાપ્તિને અર્થે પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આ સંબંધમાં શ્રી બૃહત્ક૯૫ભાષ્યની પીઠિકામાં લખેલ છે કે – 'दळूण जिणवराणं पूयं अन्नेण वा वि कज्जेण । सुयलंभो उ अभब्वे, एविज्ज थंभेण उवनीए ।।'
સારાંશ – “ગ્રથિ દેશે પ્રાપ્ત થયેલ અભવ્યજીવ શ્રી જિનેશ્વર પરમાત્માની દેવેન્દ્ર તથા નરેન્દ્રાદિકે વડે થતી પૂજા દેખીને “અહો, તપશ્ચર્યાથી જગતમાં કેવી પૂજા થાય છે,” એ વિચાર ઉત્પન્ન થવાથી પૂજાને અર્થે, અથવા કેટલાક પુણ્ય તેમજ પાપ કર્મો અને તેનાં ફળો પરલોકમાં પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ શ્રદ્ધાવાળા તપશ્ચર્યાથી દેવલોકાદિકના સુખની પ્રાપ્તિને અર્થે પણ જિનદીક્ષા અંગીકાર કરે છે. આ દીક્ષાના પ્રતાપથી તે સામાયક ચતુર્વિશતિસ્તવાદિ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ કરે છે. તેમજ દ્રવ્ય પણ શુદ્ધ ચારિત્ર કિયાના પ્રભાવે તે રૈવેયકપણાના સુખને પણ પામે છે.”
(૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org