________________
કરીને લાભ જ થાય છે. અન્ય જીવોને ધર્મ પમાડવાની બુદ્ધિથી કઈ પુણ્યાત્મા લાલચ સ્વરૂપથી પ્રભાવને આદિ કરે છે તે પ્રભાવના કરનારને તે લાભ જ થાય. શરત એટલી કે પ્રભાવના કરનારના હૃદયમાં પ્રભાવના દ્વારા લેકની વાહવાહ આદિ મેળવવાની કામના ન હોવી જોઈએ.
અન્ય જીવોને ધર્મ પમાડવા માટે પ્રભાવના વગેરે કરનારા પુણ્યાત્માઓને શાસ્ત્ર એક પ્રકારના પ્રભાવક કહ્યા છે. એટલે પૈસા ખરચીને ધર્મ કરાવનારા લાભ મેળવે. પણ પૈસાની લાલચથી ધર્મ કરનારા બધા લાભ મેળવે જ એ નિયમ ઘડાય નહિ. જે અર્થ-કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ હોય તો તેવા જ ધર્મ ન પામે. જે જીવોને અર્થ–કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ નથી. તેવા છોને ધર્મ પામતા વાર પણ ન લાગે. આ છે જેન શાસન ના અનેકાંતવાદની ખૂબી !
ધર્મ કરનાર કે ધર્મ કરાવનાર જે કેવલ કષાયના જોરથી ધર્મ પ્રવૃત્તિ કરતા હોય તે તેઓ ધર્મ પ્રવૃત્તિથી જેમ પુણ્ય બાંધે છે તેમ તે કાળમાં રહેલ કષાયના જોરથી કષા પણ જોરદાર બાંધે છે. તેથી જ્યારે તે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે તેની સાથે તે કષાયે પણ ઉદયમાં આવે છે. ને બળવાન કષાયના ઉદયકાળમાં તે પુણ્ય ખરાબ માર્ગમાં જ વપરાય છે. તેથી તે કાળમાં ભયંકર પાપ બાંધી સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે. માટે અપ્રશસ્ત ક્ષાયના જોર વગર થતો ઘર્મ જીવને ધર્મ પામવામાં મદદ કર્યા વગર રહે નહિ.
(૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org