________________
અને અનુબંધ શુદ્ધ, એમ ત્રણ પ્રકારે શુદ્ધ એવા અનુષ્ઠાનને મેક્ષનું અંગ કહ્યું છે. (તે જિનેશ્વર ભગવાન કહે એમાં નવાઈ શી ?) આમાં લખ્યું છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાન દા. ત. તીર્થંકર-દીક્ષા આદિને ઉદ્દેશીને કરાતો તપ, (પછી ભલે તે લૌકિક આશંસાથી કરાતે હાય.)
(૨) સ્વરૂપ શુદ્ધ ઉપર મુજબ (આશંસાવાળે પણ) કષાયનિરાધ, બ્રહ્મચર્ય, જિનપૂજન, અનશન આદિથી સંપન્ન તપ;
(૩) અનુબંધ શુદ્ધઃ પરિણામ ટકી રહે અને ઉત્તરોત્તર ઉત્કર્ષને પ્રાપ્ત થાય તેવો તપ. આ નિર્વાણનું અંગ છે. - સૌભાગ્યાદિ પૂર્વે કહેલા તપે સકલદોષમુક્ત શ્રી જિનેશ્વર દે સંબંધી શુદ્ધવિષયને અનુસરતાં હોવાથી એકાંતે યુક્ત જ છે. ભલે તે પ્રાર્થનાગર્ભિત હોય. કારણ કે તે આરોગ્ય ધિલાભની પ્રાર્થના જેવા જ છે. ૬૧. સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૨ ઉદ્દેશક૩
ટીકા. ગાથા-૧૫ धर्मेणार्थो धर्मएव वाऽर्थः, परमार्थेन अन्यस्य अनर्थरुपत्वात्
ધર્મ એ જ અર્થ છે, કેમકે પરમાર્થથી બીજા બધા (અર્થ-કામ) અનર્થરૂપ છે. (જ્યાં અર્થતુ ના વં:” એમ કહ્યું છે, ત્યાં જે અર્થ-કામ સાથે ધર્મની પણ પુરુષાર્થમાંથી બાદબાકી કરવાની હોય, તે પછી અહીં જે ધર્મથી અન્ય પુરુષાર્થોને અનર્થરૂપ કહ્યા છે. એમાં અર્થ-કામ સાથે મોક્ષને પણ અનર્થ ગણી લેવું પડે ! માટે અર્થ-કામ અનર્થરૂપ અને ધર્મ-મેક્ષ અર્થરૂપ એવું તાત્પર્ય સમજવું જ જોઈએ.)
(૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org