________________
ભગવંતો ઈષ્ટફળથી ઈહલૌકિક વસ્તુ માગવાની બતાવી ; અને ખરેખર ! પ્રભુના અચિંત્ય પ્રભાવે મળી જાય છે.
સાબરમતીના એક ધર્માત્મા શ્રાવકે એકવાર ભાઈઓની કંપનીમાં કંપની ખાતે જ એક વેપાર કરેલો. એમાં અશુભના ઉદયે રૂપિયા ત્રણ લાખની ઊઠી. ત્યારે ભાઈઓ કહે ‘આ તો તમારો અંગત કરલો સોદો છે તેથી તમારે જ ખોટ ભોગવવાની.’ આ ધર્માત્મા શ્રાવક મુંઝાયા, એમણે ભાઈઓને સમજાવવા ઘણાં પ્રયત્નો કર્યા,પરંતુ પેલા માન્યા નહિ. ત્યારે આ વિચારે છે કે ‘ મારે હવે બીજા ફાંફા શું કામ મારવા ? મારે તો ચિંતામણિ પાર્શ્વનાથ દાદા માથે બેઠા છે, એમનો જ આશરો લઉં, આમ વિચારી બીજી સવારે ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં પૂજા કરી પ્રભુની સામે બેસી ગયા, અને પ્રભુને ઘા નાખી કે “પ્રભુ ! હું તારો ભક્ત છું, આ આફતમાં મૂકાયો છું, એમાંથી છુટવા શું કરવું ? મારે જવાબ જોઈએ. જવાબ નહિ મળે ત્યાં સુધી અહીંથી હું ઉઠવાનો નથી મને શ્રદ્ધા છે કે તારા અચિંત્ય પ્રભાવે મને ઉકેલ મળી જ જશે. મારું ઈષ્ટફળ સિદ્ધ થશે જ.’
એ બેઠા બેઠા તે ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ વાગ્યા છતાં ઉઠ્યા નહિ! પૂજારીને પહેલેથી કહી રાખેલું કે ‘તું મને ઉઠાડવા આવતો નહિં. ટાઈમ થાય ત્યારે તું તારે, દહેરું મંગલિક કરી દેજે. હું અહીં બેઠો છું.’ આમ પહેલેથી કહી રાખ્યું હોવાથી પૂજારી ઉઠાડવા ન આવ્યો, હવે દેરાસરમાં લોકોની અવરજવર બંધ થઈ ગયેલી છતાં, પૂજારી રાહ જોઈ બહાર બેઠો છે. અહીં ચમત્કાર થયો,આ ધર્માત્મા શ્રાવકની સામે એક બોર્ડ દેખાયું એમાં ઉકેલનો સચોટ ઉપાય લખ્યો હતો! શ્રાવક આ વાંચી ખુશી થઈ ગયા, અને પ્રભુના અચિંત્ય પ્રભાવ પર ઓવારી ગયાં, ‘ધન્ય પ્રભુ ! ધન્ય ! ભક્ત પર કેવી તમારી દયા !' બસ આ મહાન ધર્માત્મા શ્રાવક ઊઠ્યા, એ પ્રમાણે ઉપાય કર્યો અને મામલો સુખદ ઊકલી ગયો. આ મહાન શ્રાવકે પછી તો શ્રદ્ધા વૈરાગ્ય વધતા દીક્ષા પણ લીધી.
ભગવાન પાસે આ લોકની વસ્તુ એટલે કે સંસાર-વેપા૨ના ઉકેલની વસ્તુની પ્રાર્થના કરી, તે શું એણે એ પાપક્રિયા વિષક્રિયા કરી ? ત્યારે, એ ખોટ ન ભરવી પડે એટલા રૂપિયાનો પરિગ્રહ પોતાની પાસે બચ્યો રહે શું એ ધર્મ ભૂંડામાં ભૂંડો ? અધર્મ કરતાં ય ભૂંડો ?
(૧૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org