________________
ઈષ્ટફળ તરીકે મોક્ષ સામગ્રી જ માગવી છે તે એમાં ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ને તે પછીના લોક વિરુદ્ધ-ત્યાગ, ગુરુજનપૂજા,... વગેરે સમાઈ જ જાય છે, તો એને જુદા જુદા માંગવાની શી જરૂર પડી? પણ એ અલગ અલગ માગ્યા છે એ જ બતાવે છે, કે “ઈષ્ટફળ'થી પણ કશું અલગ માગ્યું છે, ને એ “ઈહલૌકિક વસ્તુ છે એ પૂર્વાચાર્યોએ સ્પષ્ટ કર્યું છે, ને સૂચવે છે કે ભગવાન પાસે ચિત્તની સ્વસ્થતા માટે આ લોકની વસ્તુ માગી શકાય છે.
બીજી વાત એ છે કે ભવનિર્વેદ પછી “માર્ગાનુસારિતા” જે માગી, એનો અર્થ પૂર્વાચાર્ય ભગવંતોએ “તત્વનુસારિતા' “અસઅભિનિવેશનો ત્યાગ એવો કર્યો છે, એની પણ જીવનમાં જરૂર છે, કેમકે ભવનિર્વેદ એટલે કે સામાન્યથી સંસાર પર વૈરાગ્ય તો આવી ગયો, પરંતુ જો સાથે કુમતનો દુરાગ્રહ હશે, તો આગળ સર્વજ્ઞકથિત સત્ય મોક્ષમાર્ગ નહિ મળે. માટે એવા કદા ગ્રહનો અર્થાત્ કુમાર્ગાનુસારિતા યાને અસત્ તત્ત્વના દુરાગ્રહનો-અભિનિવેશનો ત્યાગ જોઈએ. કુમતવાળાને ત્યાં જન્મી ગયો હોવાથી કુમતની માન્યતા હોઈ શકે છે, પરંતુ એનો આગ્રહ ન હોય. એનાથી અધિક સાર-સાચું મળે તો સ્વીકારી લેવાની તૈયારી હોય.
આમ અસ અભિનિવેશનો ત્યાગ જરૂરી છે. જેથી દુરાગ્રહ-મુક્ત મન સાચાં તત્ત્વ સાચો મોક્ષમાર્ગ જ્યારે મળે ત્યારે સ્વીકારી લે. એવું આ પણ એક જરૂરી છે કે માણસ કોઈ તકલીફ કાંઈ સંકડામણમાં આવી ગયો હોય ત્યારે
જ્યાં સુધી એ ટળતી નથી ત્યાં સુધી એનું મન એમાં જ જાય છે મન એમાં પકડાઈ જાય છે. આ પણ મનનો એક પ્રકારનો આગંતુક આગ્રહ છે, ને એ અસ એટલા માટે, કે મન એમાં ગયા કરવાથી ધર્મ સાધનામાં બાધક બને છે, મન સ્થિર રહેતું નથી. દા.ત. કોઈનો છોકરો ખોવાઈ ગયો, તો જ્યાં સુધી છોકરો નહિં મળે ત્યાં સુધી એનું મન છોકરામાં પકડાયુ રહેશે; ને ત્યાં સુધી મન ધર્મસાધનામાં નહિ લાગે. આવા વખતે અરિહંત પ્રભુનો ભક્ત પ્રભુનો અચિંત્ય પ્રભાવ સમજી, એ એ આફત-તકલીફ-સંકડામણનું નિવારણ માગે એ સહજ છે. એ કાંઈ એ માટે કોઈ મિથ્યા દેવદેવી પાસે જાય નહિ, કે પાપભર્યા માયા પ્રપંચ કરે નહિ. એટલે પ્રભુ પાસે ઉકેલ માગે એમ સહજ કશું ખોટું નથી કરતો, એટલા જ માટે પૂર્વાચાર્ય
(૧૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org