________________
પ્ર.-ભગવાનના પ્રભાવે બધું બની તો આવે, પણ ભગવાન પાસે બધું મંગાય નહી?
ઉ.- જો અરિહંત ભગવાન પાસે ન મંગાય, તો શું મિથ્યા દેવદેવી પાસે મંગાય? અથવા શું પાપપ્રપંચો કરીને એ ઈચ્છિત ઊભું કરાય? શું એમાં નાનું પાપ લાગે? ને ભગવાન પાસે માગીને મેળવે એમાં મોટુપાપ લાગે? કઈ અક્કલ અને શાસ્ત્રબોધથી આવું બોલાતું હશે કે ભગવાન પાસે સંસારનું કશું મંગાય જ નહી ભગવાન પ્રત્યે સાચો શરણભાવ તથા સેવકભાવ અને ભગવાનના સર્વેસર્વા અચિંત્ય પ્રભાવનો શ્રદ્ધાભાવ આ છે કે મને કહે “અરિહંતનાથ ! મારે તો બધી વાતે તું જ એક આધાર છે. મારે સારું થશે તે તારી કૃપાથી, તારા જ પ્રભાવે, માટે આ લોક, પરલોક, અને મોક્ષનું માગું તો તારી જ આગળ માગું.”
અરિહંતનો અચિંત્ય પ્રભાવ: “ઈષ્ટફળસિદ્ધિ નો શાસ્ત્રીય અર્થ
(લેખાંક-૭) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં. ૨૦૪૧, પોષ વદ-૧૩, અંક નં.૧૯)
જયવયરાય “સૂત્રમાં પહેલી બે ગાથામાં પ્રભુને ૮ વસ્તુની પ્રાર્થના મૂકી. એમાં એક “ઈષ્ટફળસિદ્ધિની પ્રાર્થના છે, માગણી છે. આ ઈષ્ટફળસિદ્ધિની પૂર્વાચાર્ય ભગવંતોએ ઈચ્છિત ઈહલૌકિક (આ લોકની) વસ્તુની નિષ્પત્તિ એવી વ્યાખ્યા કરી છે, એ બતાવે છે કે ઈષ્ટફળસિદ્ધિની માગણીમાં ઈષ્ટફળ તરીકે ઈહલૌકિક વસ્તુ ' જ લેવાની છે, પરંતુ મોક્ષ-સામગ્રી નહિ, *ઈષ્ટફળસિદ્ધિ પદથી મોક્ષ અને મોક્ષ સામગ્રીની માગણી ન હોવાનું એક બીજાં મહાન કારણ આ પણ છે, કે
જો “ઈષ્ટફળસિદ્ધિમાં મોક્ષ સામગ્રીની માગણી છે, તો પછી ઈષ્ટફળસિદ્ધિ સિવાય બીજી સાત માગણીમાં ભવનિર્વેદ માર્ગાનુસારિતા વગેરે જે માગ્યું એ શું મોક્ષ સામગ્રી નથી? શું મોક્ષ માટે ભવનિર્વેદ ન જોઈએ? શું મોક્ષ માટે માર્ગાનુસારિતા ન જોઈએ?.. એમ શું મોક્ષ માટે શુભગુયોગ ન જોઈએ? મોક્ષ માટે એ બધું જ જોઈએ છે, માટે મોક્ષસામગ્રી જ છે,. હવે જો
(૧૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org