________________
એક મોટા શહેરમાં એક આગેવાન શ્રાવિકા સાધુને કહે, “સાહેબ! આ દિવ્યદર્શનમાં જે રીતે આવ્યું છે એ રીતે અમે ઘણીવાર ભગવાન પાસે માગ્યું
છે; પણ પૂર્વે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું ન મંગાય એવું સાંભળતાં મનને ડંખ્યા કરતું કે “આપણે ભૂલ કરી છે, ખોટું કર્યું છે. હવે આ દિવ્યદર્શનમાં પૂર્વના મોટા આચાર્ય ભગવંતોના શાસ્ત્રપાઠો વાંચતાં મનમાં થયું કે આપણે કરતા હતા તે બરાબર હતું. સમાધિ માટે આપણે ભગવાનને ન કહી એ તો શું દેવ-દેવીને કહીએ? સાહેબ! અમે તો સંસારી રહ્યા, અમારે અનેક પ્રકારના વિઘ્નો આવતા જ હોય, ચિંતાથી સળગીને ખાખ થઈ જતા હોઈએ, આ સંસાર જ એવો છે.) મન અકળાય એટલે ભગવાન પાસે કહિએ કે “હે પ્રભુ! મારું આ કાર્ય થઈ જાય તો હું નિરાંતે આરાધના કરી શકું. આવું કહેવાની ઈચ્છા ન હોય તો પણ અકળામણના કારણે ભગવાન પાસે કહેવાઈ જતું, અને ભગવાનની કૃપાથી કામ થઈ જતું; ને અમે સ્વસ્થતાથી આરાધનામાં લાગી જતા.” ઉપરોક્ત બે દૃષ્ટાન્ત શું સૂચવે છે ?
આ જ કે અનેકાનેક મોટામોટા આચાર્ય ભગવંતો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. શ્રી અભયદેવસૂરિજી મ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. વગેરે એ “ઈઠફળસિદ્ધિ પદથી “ઈચ્છિત ઈહલૌકિક વસ્તુ ભગવાન પાસે માગવાનું લખ્યું ત્યારે એ માગવાનો નિષેધ કરનારી “ઈષ્ટફળસિદ્ધિ પદથી મોક્ષ અને મોક્ષ સામગ્રી જ મંગાય એવી પ્રરૂપણા કરવી અને “જ કારથી પૂર્વાચાર્યોના સીધા કથનનો સામનો કરવો, એ કેટલું વ્યાજબી લેખાય?
પ્ર.- આમાં પૂર્વાચાર્યના કથનનો સામનો કયાં કરે છે ? પૂર્વાચાર્યના કથનનો પરમાર્થ કહે છે ને?
ઉ.- અસત્ય અને અસંગત પરમાર્થને જો પરમાર્થ કહેવાતો હોય, તો તો બધાંજ શાસ્ત્રવચનોનો સૌ પોતપોતાને મનને ફાવતો પરમાર્થ કાઢશે! પછી શાસ્ત્રવચનોનું કશું મહત્વ અને સત્ય જ ક્યાં રહેશે? જૈન મતમાંથી કુમતો કાઢનારાઓએ આવું જ કર્યું છે.
હકીકતમાં અહીં “જયવીયરાય સૂત્રમાં શ્રી હરિભદ્રસૂરીજી મહારાજે લખ્યું છે કે પહેલી છ માગણી લૌકિક સોંદર્યની છે, અને પછીની ૭મી ૮મી
(૨૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org