________________
(૧) વળી જો સ્વસ્થતા સમાધિનો જ અર્થ મોક્ષમાર્ગ લઈએ તો વ્યાખ્યાકારોએ જે પછી લખ્યું કે “તતશ્ચ ઉપાદેય પ્રવૃત્તિ:' અર્થાત “સમાધિથી પછી ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે.” એ લખવું નિરર્થક બની જાય. કેમકે આમાં ઉપાદેય એટલે જ મોક્ષમાર્ગ, ને એ તો તમે “સમાધિ પદથી જ લઈ લીધો.
(૨) અગર કહો “ઉપાદેયએટલે મોક્ષ. તો સવાલ આ છે કે “ઉપાદેયમાં પ્રવૃત્તિ” કહી એટલે શું મોક્ષમાં પ્રવૃત્તિ કરવાની? પ્રવૃત્તિ તો મોક્ષનાં માર્ગમાં-ઉપાયમાં હોય, મોક્ષમાં નહિ. મોક્ષ તો ફળ છે, પ્રવૃત્તિ ફળના ઉપાયમાં હોય? કે ફળમાં હોય?
(૩)ખરી વાત એ છે કે અહીં પૂર્વાચાર્યોએ “સમાધિ શબ્દ ન લેતાં ‘ચિત્તસ્વાસ્થય' શબ્દ લીધો છે એનો અર્થ “ચિત્તની સ્વસ્થતા-અવ્યાકુળતાપ્રસન્નતા થાય, ને એ થવાનું ઈહલૌકિક ઈચ્છિત વસ્તુ બની આવવાથી શક્ય છે, એટલે જ આ ચિત્તસ્વસ્થતા એટલે મોક્ષમાર્ગ એવો અર્થ જ અહીં અસંગત છે અપ્રસ્તુત છે.
(૪) આમાં પણ વાસ્તવમાં માગણી ઈચ્છિત ઈહલૌકિક વસ્તુની જ છે, પણ નહિ કે ચિત્તસ્વસ્થતા-સમાધિની. એટલે પણ સમાધિનો અર્થ મોક્ષમાર્ગ કરી મોક્ષની માગણીનો પરમાર્થ-ભાવાર્થ કાઢવો એય શાસ્ત્રવચન સાથે અસંગત છે.
(૫) કદાચ કહો કે “ઈષ્ટફળ તરીકે આ લોકની વસ્તુની માગણી તો ખરી, પરંતુ તે મોક્ષમાર્ગ માટે છે,” તો આમાં તમે એટલું તો કબુલ કર્યું ને કે ભગવાન આગળ ભલે મોક્ષમાર્ગ માટે પણ આ લોકની વસ્તુ માગી શકાય તો પછી
ભગવાન આગળ આ લોકનું કશું મંગાય જ નહિ એમ બોલવું એ ઉન્મત્ત પ્રલાપ નથી?
મહાન આચાર્ય ભગવંતો ગણધર-વચનને સમજવામાં અને એની વ્યાખ્યા કરવામાં કેટલા બધા ચકોર અને ચોક્કસ હોય છે, એ અહીં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સૂત્ર જેવા વ્યાખ્યાશબ્દોમાં જોવા મળે છે. એમણે ઈષ્ટફલસિદ્ધિ તો ઈહલૌકિકી(લેવી), જેનાથી અનુગૃહીત માણસને ચિત્તસ્વાથ્ય થાય છે એ લખતા પહેલાં લખ્યું કે “ઈષ્ટફળસિદ્ધિ એટલે અવિરોધીફળનિષ્પત્તિ.”
(૧૮૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org