________________
આમાં ફળને અ-વિરોધી એટલે કે વિરોધી નહિં એમ કહ્યું તે ફળ કોનું વિરોધી ન હોવું જોઈએ ? તો કે પછીના પદોના સંદર્ભથી સમજાય એવું છે કે ‘ઈષ્ટફળસિદ્ધિ’ પછી ચિત્તસ્વસ્થતા થવી છે, ને પછી ધર્મ પ્રયત્ન થવો છે, તો એ બંનેની વિરોધી યાને બાધક ઈષ્ટફળસિદ્ધિ ન જોઈએ. દા.ત. કોઈ ઈષ્ટફળસિદ્ધિમાં પોતાના તથા કુટુંબના જીવનનિર્વાહ કરતાં વધુ પડતું માગે કે ‘મને એક ક્રોડ રૂપિયા મળો,' તો એ ઈષ્ટફળ ચિત્તસ્વસ્થતાનું અને સ્વસ્થ ચિત્તની ધર્મપ્રવૃતિનું વિરોધી છે; કેમકે એટલી મોટી રકમની આસક્તિ, પછી એ મળવાનો લોભ અને મળ્યા પર મમતા, એ જ ચિત્તની ભારે અસ્વસ્થતા છે, અસમાધિ અ-સુમનસ્કતા છે. તેથી એવું ઈષ્ટફળ ન ઈચ્છાય, કે મંગાય ; કેમકે એમાં તો પછી ધર્મ કરશે ત્યાં કલેજે ઠંડક ધર્મની નહિ, પણ સારા મનમાન્યા પૈસા મળ્યાની રહેશે. અહીં ‘અવિરોધી’ શબ્દ સ્પષ્ટપણે ઈષ્ટફળ એટલે મોક્ષમાર્ગ નહિ, કિન્તુ આ લોકની જ માંગણી સૂચવી રહ્યો છે, કેમકે ચિત્તસ્વસ્થતાના વિરોધી અવરોધી બે ભેદ આ લોકની વસ્તુમાં પડે મોક્ષમાર્ગમાં નહિ, આ લોકની વસ્તુ ચિત્તસ્વસ્થતા અને ધર્મની વિરોધી પણ હોય અને અવિરોધી પણ હોય, કિન્તુ મોક્ષમાર્ગ કાંઈ ચિત્તસ્વાસ્થ્યનો વિરોધી-અવિરોધી ન હોય, એ તો અવિરોધી જ હોય. આ પરથી દીવા જેવું સ્પષ્ટ છે કે ઈષ્ટફળસિદ્ધિમાં ઈષ્ટફળ તરીકે આ લોકની વસ્તુ જ માંગવાનું, નહિં કે મોક્ષ યા મોક્ષમાર્ગ માગવાનું પૂર્વાચાર્ય ભગવંતો કહે છે.
પ્ર.-અહીં ઈષ્ટફળ એટલે કે ઈચ્છિત આ લોકની વસ્તુ પ્રભુ આગળ માગવી જ શા માટે ? એવી આ લોકની અર્થાત્ સાંસારિક વસ્તુની ઈચ્છા પૂરવાની શી જરૂર ?
ઉ. - જરૂર એટલા માટે છે કે અંતરમાં જ્યાં સુધી એ ઈચ્છા સળવળતી રહે ત્યાં સુધી મન અસ્વસ્થ રહે છે; ને મનમાં જ્યાં સુધી સ્વસ્થતા નહિં ત્યાં સુધી ધર્મમાં સ્વસ્થ મનથી પ્રવૃત્તિ નહિ. આ જ વસ્તુ ખુદ હરિભદ્રસૂરીજી મહારાજના શબ્દોમાં જોઈએ. લલિત વિસ્તરા શાસ્ત્રમાં એઓશ્રી લખે છે કે
अतो हीच्छाविघाताभावेन सौमनस्यं,
तत उपादेयादरः, न त्वयम् अन्यत्रानिवृत्तौत्सुक्यस्येति ।
Jain Education International
(૧૮૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org