________________
એકમતે એ ઈષ્ટફળની વ્યાખ્યા “ઇહલૌકિક પદાર્થ', અર્થાત્ આ લોકની વસ્તુ એવી વ્યાખ્યા કરે છે. પ્રશ્ન થાય કે ગણધર મહારાજા વીતરાગ ભગવાન પાસે આવું કેમ મંગાવે છે? તો એના ખુલાસામાં આ પૂર્વાચાર્ય મહર્ષિઓ કહે છે કે એ આ લોકની વસ્તુની સહાયતાથી ચિત્તની સ્વસ્થતા સમાધિ થાય છે ; એથી સ્વસ્થ ચિત્તે ધર્મપ્રવૃત્તિ થાય છે.
અહીં ખાસ નોંધપાત્ર આ છે કે ઈહલૌકિક વસ્તુની માંગણી કરવાનો હેતુ એ બતાવ્યો કે એ વસ્તુની સહાયતાથી ચિત્તની સ્વસ્થતા-સૌમનસ્ય થાય છે. આનો સીધેસીધો અર્થ તો એ છે કે આ લોકની ઇચ્છિત વસ્તુ મળી આવે તો ચિત્તની વ્યાકુળતા-વિહ્વળતા મટે તેથી સ્વસ્થ ચિત્તે ધર્મપ્રવૃત્તિ થાય.
હવે અહીં જો એમ કહીએ કે “આ સ્વસ્થતા એટલે સમાધિ અને સમાધિ એટલે મોક્ષસાધક સામગ્રી અને એક વસ્તુ મંગાય.” તો આ કહેવું બરાબર નથી; કેમકે ઈષ્ટફળ એટલે આ લોકની વસ્તુ દા.ત. ખાનપાન, વ્યાધિનાશ, કુટુંબકુલેશનાશ, કોઈ આપત્તિ-વારણ વગેરે બની આવે એથી (૧) શું તરતમાં સીધો મોક્ષ થાય? યા (૨) સીધો મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનાદિ ઊભો થાય? અથવા (૩) સીધી મોક્ષસાધક-સામગ્રી બની જાય? ના, “ઈષ્ટફળ' તરીકે આ લોકની કોઈ વસ્તુ મળ્યા પછી, આ મોક્ષ આદિ ત્રણ માટે તો જુદો જ પ્રયત્ન કરવાનો રહે છે. જ્યારે અહીં તો શાસ્ત્રકારો ઈહલૌકિક પદાર્થ મળવા પર સીધી સ્વસ્થતા થવાનું કહે છે, શાસ્ત્રકાર ભગવંતો આથી સ્પષ્ટ બતાવે છે કે, ઈષ્ટઈચ્છિત વસ્તુ વિના જીવનું ચિત્ત આકુળ વ્યાકુળ અસ્વસ્થ હતું. તે હવે ઈચ્છિત મળી ગયાથી તરત જ વ્યાકુળતા સહેજે ટળી સ્વસ્થતા આવે. એટલે અહીં સ્વસ્થતા એટલે સમાધિ લઈ સમાધિનો અર્થ “મોક્ષમાર્ગ કે મોક્ષસાધક-સામગ્રી એવો કરવો એ પૂર્વાચાર્યોનાં વચનો સાથે તદન અસંગત છે. એનો આગ્રહ રાખવો કે “આ જ અર્થ થાય એ દુરાગ્રહ છે, કેમકે ઈષ્ટફળ મળવા પર સીધી ચિત્ત-સ્વસ્થતા થાય છે, પણ સીધો મોક્ષમાર્ગ થતો નથી. હકીકતમાં જોઈએ તો આવું કઈ માંગતું નથી કે “મને ઈષ્ટફળ મળો જેની સહાયતાથી મારે મોક્ષમાર્ગ થાય.'હા, આવું જરૂરી માગે છે કે ઈષ્ટફળ મળો ચિત્તની મુંઝવણ મટી સ્વસ્થતા
થાય.
(૧૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org