________________
સારાંશ “ઈઠફલસિદ્ધિએ ગણધર વચનની મોટા માંધાતા પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યા અને એને બતાવેલ હેતુ સ્પષ્ટ કહી રહેલ છે કે ગણધર ભગવાન ઈષ્ટફળ'થી ઈહલૌકિક અર્થાત્ આ લોકની વસ્તુ લે છે તે સમજીને જ કે “એની પ્રાપ્તિ પ્રભુ આગળ માગી શકાય છે ; કેમકે એ પ્રાપ્તિ થવાથી જીવને વ્યાકુળતા મટી સમાધિ-સ્વસ્થતા થાય છે, જેથી સ્વસ્થ ચિત્તે ધર્મપ્રવૃત્તિ કરી શકે છે. પૂર્વાચાર્યોએ વ્યક્ત કરેલ આ ગણધરઆશય સ્પષ્ટપણે સૂચવી રહેલ છે કે માગવાની ઈષ્ટ વસ્તુ ઈહલૌકિક વસ્તુ છે, પણ નહિ કે સમાધિ અને ધર્મ પ્રવૃત્તિ, અહીં સમાધિ કેમ ન માંગવી? તો તે જ્ઞાની ભગવંત સમજે છે કે જીવને જીવનનિર્વાહનું સાધન જ નહીં હોય, પોતે અને કુટુંબ ભૂખે મરતું હશે અથવા રોગાદિની મહાવેદના હશે યા કોઈ પત્ની-પુત્રાદિ મહાપ્રતિકુળ હશે. કોઈ અણધારી રાજયસરકાર લૂંટારા વગેરેની આફત આવી હશે... વગેરે વગેરેમાં સંસારી જીવને કહીશું કે ‘સમાધિ રાખ તો એ ભારી આફતમાં વ્યાકુળ એનું મન સમાધિ શી રીતે રાખી શકવાનું હતું ત્યાં મુનિને પણ મનને સમાધિ મુશ્કેલ. એટલે શ્રાવકને જો કહીએ કે “આ ભારી આપદા ટાળવાનું ને સાંસારિક અનુકૂળ વસ્તુ બનવાનું તારે મંગાય જ નહી તારે તો સમાધિ જ મંગાય,' તો એ શે શક્ય બને? કે એ માગણી શી રીતે વ્યવહારુ હોય? એટલે નિશ્ચિત વાત છે કે માગણી સમાધિની નહી પણ ઈહલૌકિક વસ્તુની છે.
જીવનમાં અરિહંતદેવનું સ્થાન ઈષ્ટફળસિદ્ધિનો શાસ્ત્રીય અર્થ
(લેખાંક-૩) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં. ૨૦૪૦, આસો વદ-૩, અંક નં. ૬)
જૈનનાં જીવનમાં પરમાત્મા અરિહંતદેવનું સ્થાન કેટલું બધુ વ્યાપક છે કે એને સંસારવાસમાં અનેક તકલીફ આવે, અનેક સમસ્યા ઊભી થાય, એના ઉકેલ માટે એ બીજે ન જાય, તેમજ અસ્વસ્થ વ્યાકૂળ ન બને, આર્તધ્યાન ન કરે, એટલા માટે જયવીયરાય” સૂત્રમાં ગણધર ભગવાન ભવનિર્વેદ માગનારા ભક્તને “ઈઠફલસિદ્ધિ માંગવાનું કહે છે, ને મહાવિદ્વાન પૂર્વાચાર્યો બધા જ
(૧૦૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org