________________
શું ખવરાવવું' એની મોટી ચિંતા છે, ચિત્તને વ્યાકુળતા છે તો એ પ્રભુ પાસે કેવું ઈષ્ટફલ' માગવા જાય? શું એમ માંગે કે પ્રભુ! કુટુંબ ભલે ભૂખે મરતું, પરંતુ મને સમાધિ આપો, મારા મનને વ્યાકુળતા ન થાઓ સ્વસ્થતા રહો.” શું આવું માંગે? અથવા શું એમ માંગે કે “ભૂખે મરતા કુટુંબને ચિત્તની સ્વસ્થતા રહો શું આવું માંગે? જો પાસેવાળો કોઈ જૈનેતર આ જાણીને શ્રાવકને પૂછે કેમ ભાઈ! કુટુંબના ચિત્તને સ્વસ્થતા જ માગવી છે? પણ આ તમારા કુટુંબ ભૂખે મરતું છે, એનું શું? એ કશું તમારા ભગવાન આગળ માંગવું નથી?' અને શ્રાવક જો એનો ખુલાસો કરે કે “અમારા ભગવાન આગળ સાંસારિક વસ્તુ મંગાય જ નહી તો પેલો કહે “પણ આ કુટુંબના નાના નાના બચ્ચા ભૂખ્યાડાંસ ખાવાની વસ્તુ માટે ટળવળી રહ્યા છે. એની દયા નથી આવતી? ખરો તમારો ધર્મ !” તો આમાં શ્રાવકે બીજા આગળ જૈનધર્મની શોભા વધારી? કે બીજાને જૈનધર્મ પર સૂગ કરાવી? ' અરે ! બીજાને શું લાગે એ વાત તો પછી, પરંતુ છોકરા ભૂખે ટળવળતા હોય, રોતા હોય ત્યાં “જેવાં એનાં કર્મ, ભગવાન આગળ છોકરા માટે ખાવાનું મંગાય નહી, ખાવા-ભેગી રોજી-પૈસા વગેરે સાંસારિક વસ્તુ મંગાય જ નહી એમ કરી શું ઠંડે કલેજે નાના બચ્ચાને ભૂખે ટળવળતા જોયા કરે? અમને સમાધિ મળો મોક્ષમાર્ગ મળો એમ રટ્ય કરે?
ત્યારે ગણધર ભગવાને “જયવીયરાય સૂત્રમાં ઈષ્ટફલસિદ્ધિ પ્રાર્થના મૂકી તે શું પ્રાર્થના કરનારને આમ સાવધાન કરવાના આશયથી મૂકી કે “ભલે છોકરા ભૂખે મરતા હોય, પણ ખબરદાર, “ઈષ્ટફળથી એમના માટે ખાનપાનપૈસા આજીવિકા માગતો નહી, માત્ર મોક્ષ-મોક્ષમાર્ગ જ માગજે!” અથવા
ખાનપાન-પૈસા માગે તો તે સંસારની વસ્તુ તરીકે ન માંગતો, પણ એને મોક્ષસાધક સામગ્રી તરીકે માંગજે!” શું ગણધર ભગવાનનો આ આશય હોય? ત્યારે જો હા કરીએ તો શું ખાનપાન-પૈસા એ મોક્ષસાધક સામગ્રી ગણાય? જો ગણાતી હોય તો તો પછી સંસારસાધક સામગ્રી કઈ ગણાય? વાસ્તવમાં જૈનશાસનમાં ત્યાગ, તપ, જિનભક્તિ, સામાયિક...વગેરે એ મોક્ષસાધક સામગ્રી છે, ને એની સામે આહાર-રસ, વિષયો, અર્થ, કામ, કષાયો, અશુભ યોગો.... એ સંસારસાધક સામગ્રી છે.
( ૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org