________________
અપલાપ કેમ કરાય? જો અપ્રામાણિક છે, તો શું એવી અપ્રામાણિક વ્યાખ્યા કરનારા પૂર્વાચાર્યો પોતે જ અપ્રામાણિક નહી ઠરે? તેમજ,
કદાચ કહો કે, પૂર્વાચાર્યોનો કરેલો અર્થ તો પ્રામાણિક છે પરંતુ તે આજના જીવોને બતાવવા જેવો નથી. તેથી પરમાર્થ બતાવાય છે, તો સવાલ એ છે કે, પૂર્વાચાર્યોનો અર્થ આજના જીવોથી છુપાવી એના નિષેધક પરમાર્થ બતાવવા જતાં, જે આજના જીવો એ શાસ્ત્રો વાંચશે સાંભળશે એમને એમજ લાગશે કે “શાસ્ત્રોમાં લખેલ આ “ઈહલૌકિક પદાર્થ એવો અર્થ ખોટો, અને “મોક્ષ-મોક્ષસાધક સામગ્રી' એવો અર્થ સાચો,” તો શું એથી એમનો બુદ્ધિભેદ અને શ્રદ્ધાભેદ નહિ થાય? અગર કહો, એમણે આ પરમાર્થ સમજવો જોઈએ, તો આ પરમાર્થનો કોઈ શાસ્ત્રપાઠ છે?અથવા ટીકાકારોએ “ઈહલૌકિક અર્થ એવી વ્યાખ્યા લખ્યા પછી એના હેતુ તરીકે આગળ જે પંક્તિઓ લખી છે એને આ પરમાર્થ સંગત છે?
અથવા મહાન પૂર્વાચાર્યોને જો ઈષ્ટફળનો ઈહલૌકિક પદાર્થ એવો અર્થ ઈષ્ટ નહોતો, તો એમણે એના બદલે ઈષ્ટફળ' એટલે “મોક્ષ મોક્ષસાધક સામગ્રી એમ સીધો આ પરમાર્થ જ કેમ ન લખ્યો? કહો કે એમના મનમાં આ ભળતો પરમાર્થ હતો જ નહીં. ઈષ્ટફળનો મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી એ પરમાર્થ ભળતો બનાવટી અસત્ કેવી રીતે એ હવે જોઈએ.
“ઈષ્ટફલસિદ્ધિની ઈહલૌકિક પદાર્થ નિષ્પત્તિ’ એવી વ્યાખ્યા લખાયા પછી “ઈહલૌકિક' એટલે કે આ લોકની વસ્તુ માગવાના કારણમાં એજ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું. “જેની સહાયતાથી જીવને ચિત્તની સ્વસ્થતા થાય છે અને તેથી સ્વસ્થ ચિત્તે ધર્મમાં પ્રવૃત્તિ થાય છે ધ્યાનમાં રહે કે,
અહીં ચિત્તસ્વસ્થતા થાય છે એ હકીકત લખી છે, માગણી નથી લખી.
માગણી તો ઈહલૌકિક વસ્તુની; પણ હકીકત એવી છે કે માંગેલી વસ્તુ મળે, તો એની સહાયતાથી મનની વ્યાકુળતા મટીને સ્વસ્થતા થાય છે; એટલે પછી સ્વસ્થ ચિત્તે ધર્મપ્રવૃત્તિ થાય છે. તો અહીં માંગ્યું શું? ચિત્તસ્વસ્થતા નહી, પણ આ લોકની વસ્તુ જ માંગી.
વસ્તુસ્થિતિ પણ એવી જ છે. દા. ત. કુટુંબ લઈને બેઠેલા શ્રાવકને ધંધો કે નોકરી તૂટી ગઈ, તે તરતમાં બીજો ધંધો યા નોકરી મળતી નથી; હવે કુટુંબને
(૧૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org