________________
(૪) કર્મગ્રન્થાદિ-૨ચયિતા મહાન શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રી ‘શ્રાદ્ધદિન કૃત્ય’ શાસ્ત્ર (પૃ. ૭૫)માં લખે છે.
“ફરસિદ્ધિ:” ઐહિાર્ચ-નિત્તિ: થયોપગૃહીતસ્ય ચિત્તસ્વાસ્થ્ય મતિ ।” અર્થ:- ઈષ્ટફલસિદ્ધિ એટલે આ લોકસંબંધી પદાર્થની ઉત્પત્તિ, જેનાથી અનુગૃહીત (જીવ) ને ચિત્તની સ્વસ્થતા થાય છે. (આમાં ય સ્પષ્ટપણે આ લોકની વસ્તુ માંગી.)
(૫) મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા શ્રી‘ધર્મસંગ્રહ’ શાસ્ત્ર (પૃ.૧૬૩)માં લખે છે,
“ तथा 'इष्टफलसिद्धिः' अभिमतार्थनिष्पत्तिः इहलौकिकी, ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति, तस्माच्चोपादेयप्रवृत्तिः । " અર્થ:- યોગશાસ્રના પાઠ પ્રમાણે.
»
આ ધુરંધર શાસ્ત્રકાર ભગવંતો ‘ઈષ્ટફળ’નો એકમતે ‘ઈહલૌકિકાર્થ' એટલે કે ‘આ લોક સંબંધી વસ્તુ (સાંસારિક વસ્તુ)' એવો એક સરખો અર્થ કરે છે, અને ભગવાન આગળ ‘ઈટ્કફલસિધ્ધિ' પદથી સ્પષ્ટપણે એની માગણી કરાય છે. (કેમ આની માગણી ?) તો કે “એનો સહકાર-સહાયતા પામેલા જીવને ચિત્તની વ્યાકૂળતા મટી ધરપત થાય છે, સ્વસ્થતા-શાંતિ થાય છે, ને તેથી ઉપાદેય ધર્મમાં સ્વસ્થ ચિત્તથી આદર એટલે કે પ્રયત્ન પ્રવૃત્તિ થાય છે.” – આવી એ જ શાસ્ત્રકારો ત્યાં સ્પષ્ટતા ક. છે.
હવે જો એમ કહીએ કે ‘ઈષ્ટફલસિદ્ધિ’થી ભગવાન આગળ મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી જ મંગાય અર્થાત્ જો ‘જ' કારથી ‘ઈહલૌકિક વસ્તુ, સાંસારિક વસ્તુ મંગાય જ નહિ' એવો નિષેધ કરીએ તો પૂર્વોક્ત ધુરંધર શાસ્ત્રકાર ભગવંતોની અવગણના થાય, પૂર્વોક્ત મહાપ્રમાણભૂત શાસ્ત્રવચનોનો અપલાપ થાય. જિનવચનાનુસારિ ભવભીરુ આચાર્યકૃત શાસ્રવચન એટલે જિનવચન, એની સામે બળવારૂપ થાય.
જો એમ કહિયે કે ‘ઈષ્ટફલ'ની પૂર્વાચાર્યોએ કરેલી ‘ઈહલૌકિક પદાર્થ’એવી વ્યાખ્યા પ્રામાણિક છે? કે અપ્રમાણિક? જો પ્રામાણિક છે તો એનો
Jain Education International
(૧૭૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org