________________
અર્થ :- તથા ઈષ્ટફળ સિદ્ધિ એટલે (જે ઉપાદેય ધર્મમાં પ્રવૃતિ કરવી છે એને) વિરુધ્ધ નહિ એવી વસ્તુની પ્રાપ્તિ; કારણ કે એ પ્રાપ્તિ થી(ઈષ્ટની) ઈચ્છાનો વિદ્યાત અર્થાત (અ-પૂર્તિ) નથી રહેતી. એટલે પૂર્તિ થવાને લીધે, સુમનસ્કતા (ચિત્તની સ્વસ્થતા) થાય છે, તેથી ઉપાદેય (ધર્મ)માં અવ્યાકૂળ પ્રયત્ન થાય છે. કિન્તુ આ ઉપાદેયનો અવ્યાકુળ પ્રયત્ન બીજી જગ્યાએ (અર્થાત્ ઈષ્ટમાં) ઉત્સુકતા ન મટી હોય એવા પુરુષને થતો નથી. (આ એક વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા, ) આ પણ વિદ્વાન પુરૂષોની વ્યાખ્યા છે, કે ઈષ્ટફળ સિદ્ધિતો ઈહલૌકિક સંબંધિ (લેવાની), તેનાથી ઉપકૃત (મનુષ્ય)ને ચિત્તની સ્વસ્થતા થાય છે.
(૨) મહાવિદ્વાન નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાશ્રી ‘પંચાશક’ શાસ્ત્રની (૪-૩૩)ની ટીકામાં લખે છે, “इष्टफलसिद्धिःअभिमतार्थनिष्पत्ति:ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति, ततश्च धर्मे प्रवृत्तिः स्यादिति ।
ލ
અર્થ :- ઈષ્ટફળ સિદ્ધિ એટલે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ, જેનાથી ઉપકૃત થયેલા જીવને ચિત્તની સ્વસ્થતા થાય છે, અને પછી ધર્મમાં પ્રવૃત્તિ થાય.
જીવનમાં અરિહંતદેવનું સ્થાન : ‘ઈષ્ટફળસિદ્ધિ’નો શાસ્ત્રીય અર્થ (લેખાંક-૨)
(દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, આસો સુદ-૧૨, અંક નં.૫)
ઈષ્ટફલસિદ્ધિની બે મહાન શાસ્ત્રકારોની વ્યાખ્યા જોઈ. હવે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ‘શ્રી યોગશાસ્ત્ર’ (૩-૧૨૪) ની ટીકામાં શું લખે છે. તે જોઈએ. એ લખે છે.
(૩) ‘તથા ‘તૃષ્ટસિદ્ધિ:’સમિમતાર્થ-નિત્તિ: ઐહૌીિ ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माच्चोपादेयप्रवृत्तिः ।”
અર્થ :- તથા ‘ઈષ્ટસિદ્ધિ' એટલે ઈચ્છિત (વસ્તુ) ની ઉત્પત્તિ - (પ્રાપ્તિ), જે આ લોકસંબંધી હોય છે, જેનાથી ઉપકૃત થયેલા (જીવ) ને ચિત્તની સ્વસ્થતા થાય છે, અને એના લીધે ઉપાદેય (ધર્મ) માં પ્રવૃત્તિ થાય છે. (આમાં ય સ્પષ્ટ આ લોકની વસ્તુ માંગી.)
Jain Education International
(૧૭૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org