________________
તારા પ્રભાવે મારું આ ઈષ્ટ કાર્ય સિધ્ધ થાઓ. મને તમારા પર જ શ્રધ્ધા છે, મારે તમારું જ શરણ છે, તો હું ઈષ્ટ કાર્ય-સિધ્ધિ માટે બીજા ત્રીજાની આગળ શા માટે દીનતા કરું ? કે જેવા તેવા ભૌતિક ઉપાયોના પાપ-પ્રપંચ શા માટે કરું ? મને પૂર્ણ શ્રધ્ધા છે તમારા જ પ્રભાવે મારું ઈષ્ટ કાર્ય સિધ્ધ થશે.’
આ કાંઈ સાંસારિક સ્વાર્થ માટે પ્રભુને વટાવવાની વાત નથી, પરંતુ પ્રભુને જીવનવ્યાપી બનાવવાની વાત છે. જેમ ધાર્મિક ઈષ્ટ સિધ્ધિઓ અરિહંત ભગવાનનાં પ્રભાવે જ થતી આવવાનું માને છે, એમ આ લોકની ઈષ્ટ સિધ્ધિઓ પણ પ્રભુના પ્રભાવે જ થવાનું માને છે.
એમાં એના દિલને ઈષ્ટ-સિદ્ધિ ગૌણ છે, સાર્વત્રિક અરિહંતશરણ એ મુખ્ય છે.
આ સમજીને જ ગણધર ભગવાને ‘જયવીયરાય' સુત્રમાં ‘ઈટ્સ ફલસિદ્ધિ”ની માંગણી મૂકી છે. એમાં ઈષ્ટફળ'ની વ્યાખ્યા મહાન પૂર્વાચાર્ય ભગવંતોએ એકી મતે ‘ઈહલૌકિક પદાર્થ' એવી કરી છે. કોઈને શંકા થાય કે ‘વીતરાગ ભગવાન આગળ પારલૌકિક વસ્તુ દાન, શીલ, જૈન ધર્મ, મોક્ષ માર્ગ, મોક્ષસાધક સામગ્રી,મોક્ષ વગેરે માગવાની સાથે ઈહલૌકિક અર્થાત્ આ લોકની (સાંસારિક) વસ્તુ માંગવાનું કેમ કરાવે છે ?' તો વ્યાખ્યાકાર મહર્ષિઓએ એનો ખુલાસો કર્યો કે આ ઈહલૌકિક ઈષ્ટ વસ્તુઓની માંગણી એટલા માટે કરાય છે કે એની પ્રાપ્તિ થવાથી ચિત્તની સ્વસ્થતા થાય છે, ચિત્તની વ્યાકૂળતા મટે છે, એથી ‘ઉપાદેય-આદર’ યાને સ્વસ્થ ચિત્તે ધર્મ-પ્રવૃત્તિ થાય છે. ‘ઈર્ટાલિસિદ્ધિ’નો આ અર્થ આપણે ટીકાકાર મહર્ષિઓના શબ્દમાં
જોઈએ,
(૧) સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાશ્રી ‘લલિતવિસ્તરા' શાસ્ત્રમાં લખે છે, -
“તથા” કૃષ્ણસિદ્ધિ:' અવિરોધિત નિષ્પત્તિઃ । અતો ફ્રિ પૃચ્છાविघाताभावेन सौमनस्यम्' ततः उपादेयादरः । न त्वयमन्यत्रानिवृत्तोत्सुक्यस्येति । अयमपि विद्वज्जनप्रवादः - 'इष्टफलसिद्धि' स्तु इहलौकिकी ययोपगृहीतस्य
,
चित्तस्वास्थ्यं भवति
Jain Education International
77
1
(૧૭૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org