________________
વળી, લલિત વિસ્તરા” શાસ્ત્ર કહે છે કે, “એક શુભ અધ્યવસાય પણ ભગવતપ્રસાદથી લભ્ય છે.” આટલામાં ય ભગવાનનો પ્રભાવ, પછી મનુષ્યભવ જેવી મહાન સગતિ, ઉત્તમકુળ, પાંચે ઈન્દ્રિયો અને મનની પટુતા વગેરે ઉત્તમ પ્રાપ્તિઓ ભગવાનનાં પ્રતાપે જ મળ્યાનું પુછવું જ શું? શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રની ટીકામાં આચાર્ય દેવશ્રી મુનિચંદ્રસુરિજી મહારાજે આ સદ્ગતિ વગેરે ભગવાનના પ્રભાવે મળવાનું લખ્યું છે. આ હિસાબે ભગવાનનો કેટલી બધી બાબતોમાં ઉપકાર ? આ આવા ઉપકારી પ્રભુને ક્યાં ભૂલાય ? જીવનમાં અરિહંતદેવને ક્યાં સ્થાન ન હોય?
વળી શ્રી “પંચસૂત્ર શાસ્ત્ર કહે છે કે તથાભવ્યત્વના પરિપાકથી જ પાપકર્મનો નાશ થઈને જીવનનાં સંસાર-ભ્રમણનો અંત આવે, ને એ પરિપાક કરવા માટેના ત્રણ સાધન પૈકી પહેલું સાધન ચાર શરણનો સ્વીકાર છે; અને એમાંય પહેલું છે અરિહંતશરણ સ્વીકારવાનું. આ અરિહંતશરણ એટલે શું? જે અનુકૂળ પ્રાપ્તિ થઈ છે, એમાં અરિહંતનો ઉપકાર વારંવાર યાદ આવે કે પ્રભુ ! તમારા જ પ્રભાવે આ અનુકૂળ અનુકૂળ બની આવ્યું છે, તમારો મહા ઉપકાર માનું છું, અને જે અનુકૂળ બનવાનું અપેક્ષિત છે, ત્યાં પણ પ્રભુનો પ્રભાવ યાદ આવી પ્રાર્થના થાય કે “પ્રભુ ! તમારા જ પ્રભાવે આ અનુકૂળ બનવાનું છે, તે બનો; જેથી ચિત્તની સ્વસ્થતા જળવાય, અને સ્વસ્થ ચિત્તે ધર્મસાધનાઓ થાય. મારે તમારો જ આધાર છે.”
આવું અરિહંત પરમાત્માનું સક્રિય શરણ રખાય, તો તથાભવ્યત્વ પાકતું આવે.
આમ જીવનમાં અરિહંતની મુખ્યતા રાખવાની છે; એટલા માટે શ્રાવકને જીવન જીવતાં જીવનનિર્વાહની ચિંતા ઉભી થાય, રોગ વ્યાધિ થાય, જીવન જરૂરી વસ્તુની અછત ઊભી થાય, યા પોતાને કે કુટુંબના સભ્યને મુશ્કેલી ઊભી થાય,... વગેરે વગેરેમાં શ્રાવક ભલે ચાલુ બાહ્ય ઉપાય કરી લેતો હોય, છતાં એને મુખ્ય શ્રદ્ધા અરિહંત પ્રભુના પ્રભાવ ઉપર હોય કે “જે કાંઈ સારું થશે તે મારાં અરિહંત પ્રભુના અચિંત્ય પ્રભાવે જ થશે.'
જિનભક્ત જે નવિ થયું રે, તે બીજાથી નવિ થાય રે, એવી એની અટલ શ્રદ્ધા હોય છે. તેથી પ્રભુને પ્રાર્થના કરે છે કે “પ્રભુ
(૧૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org