________________
૧૨૨. જીવનમાં અરિહંતદેવનું સ્થાન : ઈષ્ટફળ-સિદ્ધિનો શાસ્ત્રપાઠ-સિદ્ધ અર્થ (લેખક-પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા) (લેખાંક-૧)
(દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, આસો સુદ-૫, અંક નં.૪)
જૈનના જીવનમાં પરમાત્મા અરિહંતદેવનું સ્થાન કેટલું ? તો કે જીવનમાં અરિહંતદેવની મુખ્યતા હોય; અર્થાત્ બધી વાતમાં અરિહંતદેવને આગળ કરનારો હોય. માટે તો સવારે જાગતા તરત પહેલું ‘નમો અરિહંતાણં' યાદ કરવાનું શાસ્ત્ર કહે છે. એટલું જ નહિં ‘સૂતા બેસતાં ઊઠતાં જે સમરે અરિહંત ’ પણ અરિહંતદેવને વાતવાતમાં યાદ કરવાનું શીખવે છે. અરે ! ‘ધર્મસંગ્રહ’ શાસ્ત્ર કહે છે, - ઘરેથી આજીવિકા માટે નીકળતાં નમસ્કારાદિ મંગળ કરે. શું સંસારની વાતમાં ભગવાનને લવાય ? હા, લવાય. સંસારના ઝેરથી બચવા ભગવાનને જ આગળ કરાય. શું લગ્નની ચોરીમાં નવકાર ગણીને બેસે એણે ગુનો કર્યો ? પરગામ જવા નવકાર ગણીને નિકળે એ શું એણે પાપ કર્યુ ? ગાડીમાં ખીસાં ના કપાઈ જાય, કે રસ્તામાં ગાડી -રિક્ષાનો અકસ્માત ન થાય, એ માટે નવકા૨થી અરિહંત પ્રભુને નમસ્કાર કર્યો એ શું એણે પાપ કર્યું ? ‘ભગવાનને તો માત્ર મોક્ષ માટે જ યાદ કરાય, સંસારની વાતમાં ભગવાનને લવાય જ નહિ’
'
ભગવાન પાસે સંસારનું જરૂરી કશું મંગાય જ નહિં,’- આ ભ્રમણામાં પડેલો જીવ જીવનમાં અરિહંતને મુખ્ય ક૨વાના મહાન કર્તવ્ય અને કૃતજ્ઞતા ભૂલે છે. જીવનમાં હાલતાં ને ચાલતાં પરમાત્મા અરિહંતદેવને મુખ્ય કરવાનું કારણ એ છે કે,
ઉપમિતિ શાસ્ત્ર કહે છે, - ઠેઠ નિગોદમાંથી જીવ આટલે ઊંચે ઉત્તમ મનુષ્ય જન્મ સુધી આવ્યો એ અરિહંતદેવના પ્રભાવે, અને હજી મોક્ષ સુધી પહોંચશે તે પણ એ ભગવાનની કૃપાથી. તો પછી કૃતજ્ઞતારૂપે પણ એ પ્રભુને કેમ એક ક્ષણ પણ ભૂલાય ? પ્રભુને જીવનમાં ક્યાં ને ક્યારે ભૂલાય ? કહો બધે જ અરિહંત પ્રભુ આગળ કરાય. જીવનમાં અરિહંત દેવનું સ્થાન સાર્વત્રિક હોય.
Jain Education International
(૧૭૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org