________________
નાબૂદ થનારી હોય છે. એટલે એ ધર્માનુષ્ઠાન બાધ્યકક્ષાની સાંસારિકલની આકાંક્ષાથી થવા છતાં ય, એમાં અભવ્યના ધર્માનુષ્ઠાન કરતાં ઘણો ભેદ છે, અને તેથી એ વિષ કે ગરલ અનુષ્ઠાન બનતું નથી, પણ તહેતુ જ બની રહે છે. ઉપરની વાત તથા આવા શ્રી ઉપાધ્યાયજી મ. ના ટંકશાળી વચનોને અવગણીને એ બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનોને વિષ-ગરલમાં કોઈ ખપાવતું હોય, એમના ધ્યાન ઉપર લાવ્યા પછી પણ જો એ કદાગ્રહ છોડવા તૈયાર ન થાય તો ભવિતવ્યતાને જ દોષ દેવો રહ્યો. નિયાણું વગેરે કરનારા બ્રહ્મદત્ત વગેરે ચરમાવર્તમાં હોવા છતાં તેમની ફલાકાંક્ષા એવી તીવ્ર લંપટતાવાળી હતી કે જેને બાધ્યકક્ષામાં ગણી શકાય નહીં તેમજ જે લોકો ચરમાવર્તમાં હોવા છતાં વિષયસુખના અતિશય લંપટ હોય અને તે માટે જે આટામાં લૂણ જેટલો ધર્મ માંડ માંડ ભક્તિ-ભાવ-વિસ્મયાદિ વિના જ કરતા હોય, તો તેઓની પણ તે ફલાકાંક્ષા બાધ્યકક્ષામાં ન ગણાય. એટલે આવા તીવ્ર વિષયસુખની આકાંક્ષાવાળા હોય એવાના અથવા તો ચરમાવર્તમાં પણ અત્યંત અનાદરથી ધર્મ કરતા હોય એવાનાં ધર્માનુષ્ઠાન તહેતુરૂપ બનવાને બદલે વિષાદિરૂપ બને એમાં કાંઈ નવાઈ નથી. માત્ર ચરમાવર્તમાં આવી જવા માત્રથી ધર્માનુષ્ઠાન તહેતુ કે અમૃત તુલ્ય બની જાય એવો એકાન્ત નથી, પરંતુ “મુક્તિ-અષના પ્રતાપે બાધ્યકોટિની ફલાકાંક્ષાથી થતાં અનુષ્ઠાનો તહેતુરૂપ બને છે. વિષાદરૂપ નહીં,' - એ જ આ પ્રતિપાદનનો મુખ્ય હેતુ છે. માટે “આશય શુદ્ધિનું કાંઈ મહત્ત્વ જ નથી અથવા આશય સર્વથા ગૌણ છે,” એવું કોઇએ સમજી લેવાની ગંભીર ભૂલ કરવી જોઇએ નહિ. શાસ્ત્રકારભગવંતોએ જ્યાં અચરમાર્વતકાળ અને ચરમાવર્તકાળ એમ કાળભેદને મુખ્ય દેખાડ્યો છે, ત્યાં જ આ વાત લાગુ પાડવાની છે.
જો મોક્ષના આશય સિવાયના આશય માત્રથી ધર્માનુષ્ઠાન એકાન્ત વિષગરલ બની જતું હોત તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પંચાશકમાં સૌભાગ્ય વગેરે સાંસારિક ફળના ઉદેશવાળા તપોની રજુઆત કરત જ નહીં. એ તપ “વિશેષતા મુગ્ધજીવો માટે ભલે કહ્યાં હોય, પરંતુ “સામાન્યતઃ તે તે ફળના અર્થી બધાને માટે તે તપોનું વિધાન છે, એટલે તો એમણે “વિશેષતઃ મુગ્ધલોકે” એવો
(૧૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org