________________
શબ્દપ્રયોગ કર્યો; નહીં તો ‘મુગ્ધ જીવાનામેવ’ એવો ‘મુગ્ધ જીવોમાં જ’ એમ ‘જકારપૂર્વક પ્રયોગ કર્યો હોત, જૈનધર્મના વ્યવહારનયથી કોને તપ કહેવાય એ સ્પષ્ટ કરવા માટે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૯મા પંચાશકમાં શ્લો૦ ૨૬માં ચોખ્ખું જણાવ્યું છે કે --
પંચાશકશાસ્ત્રમાં તપની વ્યાખ્યા :
जत्थ कषायणिरोहो बंभं जिणपूयणं अणसणं च ।
सो सव्बो चैव तवो विसेसओ मुद्धलोयंमि ॥
અર્થ :- જેમાં કષાય ઉપર કાપ, બ્રહ્મચર્યપાલન, જિનપૂજા અને ભોજનત્યાગ-આ ચાર અંગો હોય તે બધા ‘તપ’ જ કહેવાય. મુગ્ધ જીવો માટે તો ખાસ.
જૈન તપની આ વ્યાખ્યા સમજનારા, સાંસારિક ફળના આશયથી થતાં ઉપરોક્ત ચાર અંગવાળા તપધર્મને ‘ભૂંડો ભૂંડો' કહીને શો સાર કાઢતા હશે તે જ્ઞાની જાણે.
અહિં એક પ્રાસંગિક વાત પણ સમજવાની જરૂર છે કે- જૈનમાર્ગનો તપ કોને કહેવાય એની ઓળખ માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અહીં અલબત્ વ્યવહા૨નયને અનુસરીને તેની વ્યાખ્યા આપી છે, પરંતુ એથી એમને એમ કહેવું નથી કે ‘આ ચાર લક્ષણવાળો તપ મોક્ષના હેતુથી નહિ કિન્તુ લૌકિક હેતુથી કરે તો તે અધર્મ છે, ભવવર્ધક છે, ભૂંડો છે.' આમ કહેનારા સ્પષ્ટપણે શાસ્ત્ર અને શાસ્ત્રકારનો દ્રોહ કરી રહ્યા છે; કેમકે શાસ્ત્રકારે તો ચોખ્ખું કહ્યું છે કે ‘સો સવ્વો ચેવ તવો' એ બધો તપ જ-જિનશાસનનો તપધર્મ જ છે,' એને અધર્મ કે ભવવર્ધક યા ભૂંડો કહ્યો જ નથી, ભલે લૌકિક હેતુથી કર્યો હોય. આમ વ્યવહારનયને અનુસરીને તપધર્મ કોને કહેવાય એ બતાવ્યું.
‘જ્ઞાનસાર’ શાસ્ત્રમાં તપની વ્યાખ્યા :
બીજી બાજુ નિશ્ચયનયને અનુસરીને શુદ્ધ તપની વ્યાખ્યા કરતાં, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારના ૩૧ મા અષ્ટકમાં આ ૬ ઠ્ઠા
Jain Education International
(૧૭૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org