________________
જોઈએ, પણ એ કર્યા વિના જો દાવો રખાય કે ગ્રહને ઘોળી પીવામાં આવ્યો છે તો તે ઘણું ખેદજનક કહેવાય. કદાગ્રહ આમેય સારો નહીં, તો પછી એને નિવારનારા ગ્રહને ઘોળી પીનારની કઇ દશા થાય ? કદાગ્રહ બાજુ પર મૂકીને વિચારીએ કે -
વિષ-ગરલ ક્રિયા અંગે યોગબિંદુ શાસ્ત્ર શું કહે છે ? :
પૂજય હરિભદ્રસૂરિજી મહારાજે વિષ-ગરલ અનુષ્ઠાનની પ્રરૂપણા જૈનમતે ક૨ી છે ? કે અન્ય મતે ? યોગબિંદુની શ્ર્લો૦ ૧૫૪ની વ્યાખ્યામાં શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ સ્પષ્ટપણે એને પાતંજલમત કહી રહ્યા છે. બીજું, પતંજલિએ એને કાળભેદ પાડીને કહ્યા નથી, જ્યારે જૈન શાસ્ત્રકાર એના ઉપરની મીમાંસામાં સ્પષ્ટ કહે છે કે વિષ-ગરલ અનુષ્ઠાન સામાન્યથી અચ૨માવર્તકાળમાં હોય, અને વિશેષથી ચરમાવર્તકાળમાં મુક્તિના દ્વેષવાળાને હોય. મુક્તિના અદ્વેષવાળાને ચ૨માવર્તકાળમાં પ્રાયઃ તહેતુ (અને આગળ વધતાં અમૃત) અનુષ્ઠાન હોય. આમાં મુખ્યત્વે ચરમાવર્તકાળમાં સહજમલની અલ્પતાને કારણે જન્મેલા મુક્તિના અદ્વેષને અથવા કંઇક મુક્તિના અનુરાગને કારણ તરીકે બતાવ્યો, નહીં કે એકાન્તે મુક્તિના અનુરાગને. તો હવે ચ૨માવર્તમાં આવેલો જીવ ભલે કદાચ એ ઈહલૌકિક કાર્યની ઇચ્છાથી પણ ધર્માનુષ્ઠાન કરતો હોય, તો પણ એને વિષ-ગરલ અનુષ્ઠાન કઈ રીતે કહેવાય ? ‘બત્રીશ-બત્રીશી’ શાસ્ત્રની મુક્તિઅદ્વેષ-પ્રાધાન્યનામની ૧૩મી બત્રીશીમાં શ્લો૦ ૨૦-૨૧ની વ્યાખ્યામાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ સ્પષ્ટપણે કહે છે કે, -
‘દ્વાત્રિશદ્-દ્વાત્રિશિકા’ શું કહે છે ? :
अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्तद्वेषमपेक्षते ॥
અર્થ :- સૌભાગ્યદિફલની વાંછા પણ બાધ્યસ્વભાવવાળી તથા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે; અને તે ફલાપેક્ષાની બાધ્યતા ઉપદેશાધીન હોઇને કારણરૂપે મુક્તિ-અદ્વેષને સાપેક્ષ છે. આ રીતે ચરમાવર્તમાં મુક્તિઅદ્વેષના પ્રભાવે, સાંસારિક ફલની આકાંક્ષા પણ બાધ્ય કોટિની અર્થાત્ ભવિષ્યમાં
(૧૬૮)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org