________________
એવા ભાષણકારોએ આ શાસનમાં ભારે ગરબડ ઊભી કરી છે એમ આજે ઘણા સુવિહિત આચાર્યોને લાગી રહ્યું છે. .. જો એ લોકો કોઇ એકાદ પૂર્વાચાર્યની દેશનાને એકાન્તે નહીં પકડતાં, પ્રાચીન અનેક ધર્મશાસ્ત્રોમાં આવતી બધી ધર્મદેશનાઓ સંગૃહીત કરીને એની સાથે પોતાની દેશનાને સરખાવી જોશે તો જરૂર તેમને ઉપર કહેલી વાતની પ્રતીતિ થશે, ખાતરી થશે.
અમારો તો કોઇ પણ બાબતમાં વધારે પડતો બિનજરૂરી અતિઆગ્રહ નથી. ફકત એકાન્તવાદગર્ભિત ભારપૂર્વકના જકારગર્ભિત પ્રતિપાદનોની સામે જ અમારી લાલબત્તી છે. એ આ તકે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ. કોઇ લાખો પ્રયત્ન કરે તો પણ અનેકાન્ત-પ્રતિપાદક શ્રી જિનવચન અન્યથા થવાનાં નથી. એક શંકા કરાય છે કે --
પ્ર૦ – તો પછી શાસ્ત્ર ઇહલોક પરલોકની આશંસાથી થતા ધર્માનુષ્ઠાનને વિષ-ગરલ અનુષ્ઠાન કેમ કહ્યા ?
૩૦ – ભલભલાને આવી શંકા થાય એમાં નવાઈ નથી, વળી વર્ષોથી એની એ વાત એકની એક જ રીતે ઉપર ઉપરથી વાંચી કે સાંભળી હોય એટલે એવો પાકો નિર્ણય પણ કોઇને થઈ ગયો હોય તો આશ્ચર્ય નથી, ખરી વાત એ છે કે દરેક શાસ્ત્રવાક્ય ખૂબ ઉંડાણથી આજુ-બાજુનો સંદર્ભ તપાસીને, તથા શાંતિથી બીજા ગ્રન્થકારો એ અંગે શું જણાવે છે એ બધાને ન્યાય આપીને, વિચારવું જોઈએ. એ રીતે જો વિચારાય તો કદાગ્રહમાં તણાવાનું નહીં થાય. બાકી એ રીતે વિચાર્યા વિના કદાગ્રહ પકડી રખાતો હોય અને પાછું મનાતું હોય કે ‘વર્ષોથી મારી પાછળ ગ્રહ પડ્યો છે, (જે શાસ્ત્રના નામે વાતો કરે છે) પણ તે મેં ઘોળી પીધો છે,' તો ઘોળી પીધાનો અર્થ એ કે મારે કદાગ્રહ મૂકવાનો છે જ નહિ, સંસારમાં પણ આવું બનતું હોય છે કે જો કોઈ ખોટી મમતવાળાની પાછળ એનો કદાગ્રહ મૂકાવવા કોઈ હિતૈષી દા.ત. નાદાન કદાગ્રહી દીકરા પાછળ બાપ પૂંઠે પડી જાય, તો એ કદાગ્રહી દીકરાને એ હિતૈષી બાપ ગ્રહરૂપ લાગે છે. એવું અહીં પણ લાગે એ બનવાજોગ છે. વધારે દુઃખની વાત તો એ છે, કે જો આવો કોઈ ગ્રહ લાગુ પડ્યો લાગતો હોય તો શાસ્ત્રો જોવા વિચારવા
(૧૬૭)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org