________________
વળી એ જ યોગશાસ્ત્રકાર ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં ધર્મોપાર્જન કરવામાં તત્પર એવા પુરુષોને શિરોમણિ ભાવે ગણાવે છે. પણ નહિ કે મોક્ષને મુખ્ય પુરુષાર્થ માની ધર્મમાં નિરુદ્યમી રહેનારને. તદુપરાંત,
ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રન્થોમાં પૂર્વાચાર્ય ભગવંતોએ જ્યાં જ્યાં કોઈ ભગવાન કે મુનિની દેશનાની વાતો લખી છે, ત્યાં બધે જ પ્રાયઃ ધર્મપુરુષાર્થને જ પેટ ભરી ભરીને વખાણ્યો છે, તેમજ કલ્પવૃક્ષ વગેરે બધી સારી સારી સેંકડો ઉપમાઓ ધર્મને લગાડીને એને ખૂબ ખૂબ ઉત્તમ કહ્યો છે. એ દેશનાઓમાં શિવસુખ કે મોક્ષ વગેરેના ઉલ્લેખો ય છે, પણ તે છતાં ૧૦૦ એ ૯૦ ટકા જેટલી પૂર્વાચાર્ય મહાપુરુષોની ધર્મદેશનામાં ધર્મપુરુષાર્થના જેટલા ગુણગાન દેખાશે એટલા વિસ્તારથી નામોલ્લેખપૂર્વક મોક્ષપુરુષાર્થના નહીં દેખાય. આનું કારણ શું? એ જ કે અર્થ-કામ અને મોક્ષ ત્રણેયનું પ્રબળ અને અનન્ય કારણ ધર્મ જ છે. શરબત પીવાનું કહીએ એટલે સામો ભલે એને કદાચ સ્વાદ માટે પીતો હોય પણ પ્રાયઃ એની તરસ પણ મટવાની જ છે. એ રીતે ધર્મપુરુષાર્થને પ્રાધાન્ય આપી ધર્મ કરવાનું કહીએ એટલે એમાં મોક્ષફળની પ્રાપ્તિનો ઉપદેશ તો સમાઈ જ જાય છે, વધુમાં એ લાભ થાય છે કે અર્થ-કામના પ્રેમી જીવો પણ ધર્મપુરુષાર્થના માર્ગે આવી, ભારેકર્મી હોય તો પણ ધર્મના ક્રિયામાર્ગે આવી શુકૂલપાક્ષિક થઈને પછી લઘુકર્મી બની ક્રમશઃ મુક્તિમાર્ગે પ્રયાણ કરનારા થાય છે. “માત્ર મોક્ષપ્રેમી જ હોય તે જ ધર્મશ્રવણને લાયક એવું કોઈ શાસ્ત્રકારે કહ્યું નથી. ચરમાવર્તમાં આવેલા મુક્તિના અષવાળા અર્થ-કામપ્રેમી જીવોને પણ ધર્મશ્રવણ માટે યોગ્ય ગણ્યા છે. એ શ્રી ઉપમિતિ-ભવ-પ્રપંચકથા વગેરે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે દુઃખની વાત એ છે કે આ પ્રબળ વિદ્વાન પૂર્વ-પ્રતિક્તિ સુવિદિત આચાર્યોની આચરિત ધર્મદેશના પધ્ધતિની સુંદર પ્રણાલિકાને બાજુ પર હડસેલી દઈને વજસ્વામી ભગવંતની દેશના જેવી કોઈ એકાદ દેશનામાં આવતા કોઈ એકાદ શ્લોકનો અર્થ બરાબર સમજ્યા વિના જ જેમણે ધર્મને ભૂંડો-ભૂંડો' કહીને મોક્ષપુરુષાર્થ પર એકાન્તવાદમાં તાણી જાય એવો ભાર મૂકી દીધો છે, અને વર્ષોથી એ રીતે ટેવાઈ ગયા છે,
(૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org