________________
લોભાદિ કષાયો પણ ત્યજી દેશે ? શા માટે આવી ઉટપટાંગ ધડ-માથા વિનાની વાતો કરતા હશે ? જેને શાસ્રસિદ્ધ સમ્યક્ત્વની જરૂર ના હોય અને સમ્યક્ત્વની સ્વકલ્પિત મનમાની વાતો કરીને વાસ્તવિક શાસ્રપ્રસિદ્ધ સમ્યક્ત્વથી આધા જ રહેવું હોય અને ભોળા જીવોને બહેકાવી એ ઉન્માર્ગમાં પડે, તેમજ બુદ્ધિશાળી જીવો જાતની કાનપટ્ટી પકડે, વળી શ્રોતાઓ સદા લઘુતાગ્રંથિમાં જ પકડાયા રહે, ઉત્સૂત્રભાષી, હલકા...' વગેરે માનતા રહે, એવી જ વાતો શાસ્ત્રકારોના નામે કરવી હોય, તેમજ અનેક શાસ્ત્રના વિરોધો આવે એવી પ્રરૂપણા ચાલુ રાખવી હોય, એની તો આપણે દયા જ ચિંતવવી રહી, એવાઓ એવા સેંકડો લેખો લખે, કે ભાષણો કરે, તો પણ સુજ્ઞજનો એને આવકા૨વાના નથી, શાસ્ત્રના ચુસ્ત રાગીઓ ક્યારે પણ એને શાસ્ત્રસંમત માનવાના નથી, તેમજ સમકિતના ખપીજનો ક્યારેય પણ ક્ષયોપશમ સમકિતમાં અતિ જરૂરી એવા સમકિત મોહનીયના ઉદયને ફેંકી દેવા તૈયાર થવાના નથી.
ધર્મપુરુષાર્થની પ્રધાનતા અંગે અનેક શાસ્ત્રો શું કહે છે ઃ
મારે તો એ કહેવું છે કે ધર્મપુરુષાર્થને કોઈ જ દયાળુ શાસ્ત્રકારોએ વગોવ્યો નથી, એટલું જ નહીં પણ પ્રાયઃ બધા જ મહાદયાળુ પૂર્વાચાર્ય ભગવંતોએ ધર્મપુરુષાર્થને ખૂબ ખૂબ વખાણ્યો છે. કેટલાય શ્રીસિદ્ધર્ષિગણી મહારાજ, શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ... વગે૨ે અનેક મહાપુરુષોએ મોક્ષ કરતાં પણ ધર્મ-પુરુષાર્થને પ્રથમ ગણાવી ચઢિયાતો બતાવ્યો છે. દા.ત.
‘ઉપમિતિ’માં માત્ર અર્થ-કામ અને ધર્મ એ ત્રણ જ પુરુષાર્થ ગણાવ્યા પછી કહ્યું કે – “જો કે ચોથો મોક્ષ પુરુષાર્થ છે, પણ એ તો ધર્મનું જ કાર્ય છે - એટલે પરમાર્થથી ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે.”
વળી ‘યોગશાસ્ત્ર’માં મોક્ષ પુરુષાર્થને અગ્રણી કહ્યો છે, છતાં ત્યાં પણ લખ્યું છે કે ‘મોક્ષ એ જ અર્થ છે અને એનું કારણ ધર્મ છે' એનો ભાવ પણ એ જ છે કે ભલે મોક્ષ એ જ એક અર્થ યાને પ્રયોજન હોય, છતાં સમજી રાખો કે એ ધર્મથી જ સિદ્ધ થશે માટે જીવનમાં નિકટનું પ્રયોજન ધર્મ છે.
(૧૬૫)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org