________________
પકડી લઈને કદાગ્રહમાં ઊતરી પડવાના પાપમાં જોખમ ઘણું ઊભું છે. જે પુણ્યાત્માઓ મોક્ષ માટે જ ધર્મ કરે છે અને બધા જ શાસ્ત્રકારો ઉત્તમ માને છે, પણ મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરનારા અજમાદિ કરતાં પણ ભૂંડા છે - એવું કોઈ જ શાસ્ત્રકાર કહેતા નથી. અગર પૂછો -
પ્ર0- તમે આવું બધું કહો છો ત્યારે કેટલાક તમને કહે છે કે તમે સમકિત મોહનીયના ઉદયથી પીડાઓ છો, એ વાત સાચી?
ઉ0- એ કહેનારા ક્યારેક તો મિથ્યાત્વના ઉદયથી પીડાવાની વાત કરે છે, અને ક્યારેક સમકિત મોહનીયના ઉદયથી પીડાવાની વાત કરે છે. તો તમે એમાંથી શું સાચું માનશો? સમકિત મોહનીયનો ઉદય તો આવકારપાત્ર-સ્વાગત કરવા લાયક છે કેમકે સમકિત મોહનીયના ઉદયથી જ ક્ષયોપશમ-સમ્યક્ત્વ હોય છે. એનાથી કોઈ પીડાતું કહેવાય ખરું? - પ્રવે-કેટલાક “સમકિત મોહનીય પરિહરુ” નો આધાર લઈને સમકિત મોહનીય ફેંકી દેવાની વાત કરે છે એ સાચું?
ઉ૦-સમકિત મોહનીયનો ઉદય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થવાની વેળાએ એની મેળે ટળવાનો છે, એ પહેલાં જે લોકો એને ફેંકી દેવાની વાત કરે છે તે શું સમજીને કરતા હશે તે જ્ઞાની જાણે. મિથ્યાત્વનો ઉદય તો ભયંકર છે, અને હાલ આપણે ક્ષાયિક સમકિત તો પામી શકીએ તેમ નથી, તેથી ક્ષયોપશમ સમકિતથી જ કામ ચલાવવું પડે; ને એમાં સમકિત મોહનીયકર્મ ઉદયમાં હોય જ, ઉદયમાં રાખવું જ પડે. હવે જો સમકિત મોહનીયને ફેંકી જ દેવાનું હોય તો શું મિથ્યાત્વે જવું છે? સમકિત મોહનીયના ઉદય વિના ક્ષાયોપથમિક સમ્યકત્વ કઈ રીતે રહે એટલું ય વિચારવું નથી? મુહપત્તિના બોલમાં જે સમક્તિ મોહનીય પરિહરવાનું કહ્યું છે, ત્યાં તો સમ્યક્ત્વના અતિચારો વર્જવાનું કહ્યું છે, આટલો યવિવેકન આવડે, એનિર્વિવેકી “સ્નેહરાગ પરિહર્સ'માં શું કહેશે? શું ભગવાન, ભગવાનનું શાસન, સંઘ, સાધર્મિકો, ને ધર્માનુષ્ઠાનો – આ બધા ઉપરનો સ્નેહરાગ પણ અત્યારે ફેંકી દેશે ? દાન-શીલ-તપ-જ્ઞાનાદિ માટેના
(૧૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org