________________
એવા મિથ્યા અભિનિવેશની નિશાની છે.
શ્રમણસૂત્ર શું કહે છે ? :
(૩૮) વળી એક વાત એ છે કે જેઓનાં મોઢામાંથી ભાષણમાં પણ વારેઘડીએ ‘બેવકૂફ’...... ‘ભિખારી’. ‘લુચ્ચા’ વગેરે અપશબ્દોની ગંગા વહ્યા કરતી હોય, રોજ રોજ આવા અસભ્યપ્રાયઃ શબ્દોની રટના ચાલુ રહેતી હોય, તેમને અંતકાળે શું યાદ આવશે ? મોક્ષ કે પછી બેવકૂફ ? ‘આપત્તિકાળે સહાય જેની તેની પાસે નહિ પણ પ્રભુ પાસે જ માંગવા'ના નિર્ધારવાળા અને પ્રભુ પાસે જ સહાય માંગનારા શ્રાવકોને ‘ભિખારી’ કહીને વગોવવામાં ‘શ્રમણસૂત્ર’ મુજબ શ્રાવકની આશાતનાનું પાપ કેમ ન લાગે ? ખરી વાત એ છે કે આવા ભાષણ કરનારા ભલે જેમ ફાવે તેમ મરજી મુજબ બોલ્યા કરે, આપણે એની બહુ પરવા કરવાની જરૂર જ નથી, આપણે તો સર્વજીવોનું હિત ઈચ્છનારા છીએ એટલે કદાચ કોઈ આવું આપણા માટે બોલે તો તે પ્રેમપૂર્વક સાંભળી લેવું . આપણે પણ સમજીએ છીએને કે ‘કડવાં ફળ છે ક્રોધનાં'... જેના અંતરમાં કષાયોની આગ ભડકે બળી રહી હોય તેઓ આવેશમાં આવી પોતાનું સ્થાન ભૂલીને આવું બોલી પણ નાખે... આપણે તો એમના હૈયા ઉપર શાસ્ત્રીય સત્યો અને શાસ્ત્રપાઠોના નીરનું પ્રેમાળ અને કોમળ હૈયે સિંચન કરવાનું હોય. તેમજ આપણે સૌએ પણ એ સાવધાની રાખવાની છે કે ભૂલે ચૂકે પણ કોઈની નિંદા ના થઈ જાય, કોઈના પણ પ્રત્યે કષાય કે દુર્ભાવ ના થઈ જાય એટલું જ નહિ પણ જેઓએ ભૂતકાળમાં ભગવાનના શાસનની ખૂબ સારી સેવા બજાવી હોય અનેકોના ઉદ્ધાર કર્યા હોય, એમનાં એ સુકૃતની અનુમોદના જ કરીએ. બાકી તો જે મિથ્યાત્વાદિ કર્મથી પીડાઈ રહ્યા હોય એવા શ્રાવક કે સાધુની ભાવદયાને બદલે નિંદા-તિરસ્કારમાં ઉતરવાની ભૂલ તો ક્યારેય પણ ન કરીએ. તથા જે સાચી હકીક્ત સમજાવે તે બરાબર સાંભળી, એના ઉપર બીજાઓ તેના માટે શું કહે છે એ પણ ધ્યાનમાં રાખીને, બધી બાજુનો વિચા૨ કરી તેનો સાર ગ્રહણ કરતા શીખીએ. નહીં તો વન સાઈડેડ એક જ પક્ષ તરફી વાતો
Jain Education International
(૧૬૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org