________________
અધૂરાં વિધાનોની સમીક્ષા :
આવા બધાં શાસ્ત્રવિરુદ્ધ અધૂરાં વિધાનો કરવા તે આવેશ અભિનિવેશ અને એકાન્તવાદની ચિ૨રૂઢ વાસનામાંથી નીપજેલું હોય તેમ લાગે છે. જરા વિચાર તો કરો કે પૂર્વે બતાવી ગયા તેમ અનેક ભાવનાજ્ઞાની શાસ્ત્રકારો મોક્ષ સિવાયના આશયથી પણ કરાયેલા ધર્મનું બીજા નંબરે સમર્થન કરી રહ્યા છે, ત્યારે કોઈ પણ ભવભીરુ, શાસ્રમર્મજ્ઞ, ધર્મનો પ્રેમી ઉપદેશક “મોક્ષ માટે જ ધર્મ થાય... તે સિવાયના આશયથી થતો ધર્મ તે અધર્મ, ભૂંડો, રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે.........' આવું બધું જાહેર સભામાં બોલવાની હિંમત કરી શકે ખરો ? ‘ભૂંડો અને રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે’............ ઇત્યાદિ શબ્દપ્રયોગો તો અરિસાની જેમ બોલનારના અંતરના પ્રતિબિંબને જ છતા કરનારા કહી શકાય કારણ કે કોઈપણ ભવભીરુ શાસ્ત્રકારે કે ઉપદેશકે મોક્ષ સિવાયના આશયથી કરાતા આપણા ભગવાનના ધર્મને ‘ભૂંડો’ રીબાઈ રીબાઈને મારે' વગેરે અસભ્ય પ્રલાપો દ્વારા ક્યારેય જાહે૨માં પણ વખોડ્યો નથી.
(૧૯) હા,.... પોતાની સામે પ્રબુદ્ધ અને ઉત્તમ કક્ષાના શ્રોતા જ બેઠા હોય તો અને ત્યારે જ ‘ધર્મ મોક્ષ માટે કરીએ તે ઘણું રડું અને ઉત્તમ પુરુષો મોક્ષ મેળવવા માટે જ ધર્મ કરતા હોય છે... ભાવ વિનાનું અનુષ્ઠાન તે ધર્માનુષ્ઠાન નથી... અને એજ વાસ્તવમાં ધર્મ કહી શકાય'.... ઇત્યાદિ નિશ્ચયનયને અનુસરતી દેશના કરે તે વાત જુદી છે. પરંતુ તે વખતે પણ મોક્ષ સિવાયના આશયથી થતા જૈનધર્મને ‘ભૂંડો ભૂંડો’ કહીને વગોવે તો નહીં જ; કારણ કે તે અમૂઢ ઉપદેશકને, ‘વ્યવહાર' નયથી કેવી દેશના અપાય કે જેનાથી ઉત્તરોત્તર ‘નિશ્ચય’ પ્રાપ્ત થાય, તેનું બરાબર લક્ષ હોય છે. આ લક્ષ ન હોય એવા સ્વચ્છંદી ઉપદેશક માટે શું કહેવું ?
આ નિશ્ચયનય-વ્યવહારનયની બાબત માટે જરા શાસ્ત્રના આધારે વધુ સ્પષ્ટ સમજવાની જરૂર છે.
Jain Education International
(૧૪૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org