________________
ઉપદેશપદ શાસ્ત્ર શું કહે છે?:
(૨૦) જુઓ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ “ઉપદેશપદ શાસ્ત્રમાં શ્લોક ૯૪૯માં મતાન્તરથી ધર્માનુષ્ઠાનનું નિરૂપણ કરતાં કહે છે કે -
સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ, ત્રણ પ્રકારના ધર્માનુષ્ઠાન છે, જે ઉત્તરોત્તર પ્રધાન છે.
એની વ્યાખ્યામાં કહ્યું છે કે, -
(૧) સતતાભ્યાસ એટલે લોકોત્તર ગુણપ્રાપ્તિની યોગ્યતા મેળવી આપનારું માતાપિતાદિ પ્રત્યે વિનયાદિ ભરેલું વર્તન, કે જે હરહંમેશ ઉપાદેય છે.
(૨) વિષયાભ્યાસ એટલે પૂજાના ઉત્કૃષ્ટ વિષયરૂપ જે મોક્ષમાર્ગના સ્વામી અરિહંત છે, તેમને વિષે પૂજાદિ કરવારૂપ જે અભ્યાસ.
(૩) ભાવાભ્યાસ એટલે ભવના ઘણા જ ઉદ્વેગપૂર્વક સમ્યગદર્શનાદિ ભાવોનો અભ્યાસ.
હવે એ પછીના ૯૫૦મા શ્લોક અને ટીકામાં ગ્રન્થકારશ્રી પોતાની મીમાંસા જણાવે છે કે નિશ્ચયનયના અભિપ્રાયથી પહેલા બે અનુષ્ઠાન કે જે સમ્યગ્દર્શનાદિની સાક્ષાત્ આરાધનારૂપ નથી, ને ભવવૈરાગ્યાદિભાવથી રહિત છે, તે ધર્માનુષ્ઠાન રૂપ કઈ રીતે? અર્થાત્ એ નિશ્ચયનયથી ધર્મરૂપ નથી. એક માત્ર ત્રીજું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ પરમાર્થોપયોગરૂપ હોવાથી ધર્માનુષ્ઠાનરૂપ છે. આ તો થઈ નિશ્ચયનયની વાત.
હવે વ્યવહારનયને આશ્રયીને એ શાસ્ત્રકાર વિસ્તારથી શી મીમાંસા કરે છે તે ધ્યાનપૂર્વક વિચારો.. શ્લો૦ ૯૫૧ માં કહે છે. વ્યવહારનયને આધારે એ સતતાભ્યાસ આદિ ધર્માનુષ્ઠાનરૂપ હોવાની વાત વિષયભેદે અપુનર્બન્ધક વગેરે માટે બરાબર યોગ્ય છે. અપુનર્બન્ધક વગેરે.... એટલે માર્ગાભિમુખ, માર્ગપતિત અને અવિરત સમ્યગૃષ્ટિ આદિ સમજવાના છે.
શ્લો૦૯૫૧ પછી આ વાતનું સમર્થન કરવા માટે વિસ્તારથી જે ઉદાહરણો આપે છે એમાં શ્લો૦ ૯૭૦માં કહે છે કે પોપટ અને મેના વિષયાભ્યાસયોગથી
(૧૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org