________________
ભક્તિપૂર્વક થતાં અર્થકામઈચ્છાવાળા ધર્મને ભૂંડો ભૂંડો કહીને વગોવવાનું દુ:સાહસ તો ક્યારેય પણ નહીં કરે. મેલા કપડાવાળા સાધુને કોઈ ‘મેલો સાધુ’ કહે?
દાળ ભેગી જેમ ઈયળ ન બફાય તેમ અર્થની કામનાને નિંદવા જતાં સાથે ધર્મ ન નિંદાઈ જાય તે દરેક ઉપદેશકે ધ્યાનમાં રાખવાની વાત છે.
ખાસ ધ્યાનમાં રહે કે આ બધા શાસ્ત્રપાઠો ‘મોક્ષ માટે જ ધર્મ થાય’ એવા શાસ્ત્રવિરુદ્ધ એકાન્તવાદની કર્કશતા દૂર કરવા માટે છે. ધર્મ મોક્ષ માટે જ બધા જીવો કરે તે અત્યંત ઇચ્છનીય છે. અને તે માટે મોક્ષની અપેક્ષાને સારી અને અર્થાદિની અપેક્ષાને ભૂંડી કહેવાની જરૂર છે, પણ નહીં કે તે અપેક્ષાપૂર્વક થતા કેવલિભાષિત ધર્મને !
આ વાત બરાબર ધ્યાનમાં રાખો કે અપેક્ષાપૂર્વક ધર્મ કરનારા જીવોને એ અપેક્ષાઓ અવશ્ય છોડાવવી જ છે, ને લોકો ધર્મ મોક્ષ માટે જ કરતા થાય એવું પણ કરવું છે, પણ તે શાસ્ત્રવિધિ મુજબ અપેક્ષાઓની ભરચક નિંદા કરીને, કિન્તુ નહીં કે તે અપેક્ષાપૂર્વક કરાતા ધર્મને ભૂંડો ભૂંડો કરીને, અને શાસ્ત્રવિરુદ્ધ બોલીને. હવે જે લોકો શાસ્ત્રોને પૂરા ન વાંચી એવા અધૂરા વિધાનો કરે છે કે - અધૂરા વિધાનોનાં નમૂના ઃ
.
(૧) “મોક્ષ માટે જ ધર્મ કરે તે ધર્મ નિર્મળ છે, સંસારની ઇચ્છાથી ધર્મ કરે તો તે ધર્મ થોડું સુખ આપી ભયંકર દુઃખ આપનાર છે, માટે તે ધર્મ પણ ભૂંડો જ કહેવાય.” (૨) “ધર્મ મોક્ષ માટે જ કરાય, મોક્ષ સાધ્ય ન હોય તે ધર્મ ધર્મ કહેવાય જ નહિ” (૩) “મોક્ષનો આશય ન ભળે તો તે જ ધર્મ ‘અધર્મ’ કરતાં પણ વધારે નુકસાન કરનાર બને.” (૪) “સંસારના સુખની ઈચ્છાથી જે ધર્મ કરે, તે ધર્મથી એકવાર સુખ મળે, પણ પછી એ ધર્મ ઘણા કાળ સુધી રીબાઈ રીબાઈને મારે, દુ:ખી દુ:ખી કરે.” (૫) “ધર્મ મોક્ષ માટે જ થાય. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો જ’
,,
Jain Education International
(૧૪૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org