________________
ભગવાનનું ભાખેલું છે એવા ઉલ્લેખપૂર્વકના પ્રશસ્ત બહુમાન બહુમાન વડે બાધિત થતું (એટલે કે ક્રમશઃ કામનાશૂન્ય બનતું) હોવાથી પારમાર્થિક પચ્ચખાણનું કારણ છે.
(૨) અથવા (પ્રશસ્ત બહુમાનમાં “આ ભગવાનનું ભાખેલું છે તેવો કર્તાના ચિત્તમાં ઉલ્લેખ ભલે ન હોય છતાં પણ) આ દ્રવ્ય પચ્ચક્ખાણ ભગવાનનું ભાખેલું છે એટલે જ (ઈતર મિથ્યાદર્શનનાં પચ્ચખાણ ન આદરતાં આ જિનોક્ત પચ્ચકખાણ જ આદરે છે એમાં આ જિનોક્ત પચ્ચકખાણ પર પ્રશસ્ત બહુમાન છે; ને એવાં) પ્રશસ્ત બહુમાન વડે અપેક્ષાબાધિત થઈને ભાવપચ્ચખાણનું નિમિત્ત બને છે.
આગળ એ જ શ્લોકની વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે “ભગવાનનું ભાખેલું માનવાની સદ્ભક્તિ છે; ને એ ભક્તિ દ્રવ્ય પચ્ચખાણના હેતુભૂત અપેક્ષાદિ ભાવોની વિરોધી છે એટલે તે જ્યાં હોય ત્યાં અપેક્ષાદિની નિવૃત્તિ થતી રહેવાથી અંતે તે ભાવપચ્ચખાણ બને છે, પણ બધું જ નહિ.
આ સંદર્ભથી એ સ્પષ્ટ તરી આવે છે કે જે લોકો “આ મારા જિનેશ્વરદેવનું ભાખેલું છે.” – એવી સદ્ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પણ પચ્ચખાણ કરે છે તેઓની ભાવપચ્ચખાણમાં પ્રગતિ થાય છે, અધોગતિ નહીં. તથા બીજા અર્થ પ્રમાણે આ જિનેશ્વરદેવનું ભાખેલું છે તેવો ખ્યાલ કર્તાને એ વખતે ન હોય તો પણ તે પ્રશસ્ત ભક્તિથી અપેક્ષાદિપૂર્વક પચ્ચક્ખાણ કરતો હોય તો તેની ભાવમાર્ગમાં પ્રગતિ થાય છે; કારણ કે એ જે પચ્ચખાણ કરી રહ્યો છે તે જિનેશ્વરદેવનું ભાખેલું છે, પણ કોઈ સરાગીદેવનું ભાખેલું નથી. પ્રશસ્તભક્તિ અપેક્ષાદિભાવોની વિરોધી હોવાથી કોઈને ધીમે ધીમે, તો કોઈને ઝડપથી, અપેક્ષાની નિવૃત્તિ થયા વિના રહેવાની નથી. પ્રશસ્ત ભક્તિને બદલે જો અનાદર વગેરે પૂર્વક કરે તો એને લાભ થાય એવું તો કોઈ કહેતું નથી.
પૂજયપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના અષ્ટક પ્રકરણના વૃત્તિકાર શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજે આ છેલ્લા શ્લોકમાં જે માર્ગદર્શન આપ્યું છે કે જેના હૈયામાં વસ્યું હશે તે અર્થની કામનાને જરૂર વખોડશે પણ પ્રશસ્ત
(૧૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org