________________
અપ્રધાન દ્રવ્ય કહીને નિષ્ફળ બતાવે છે. તે તમે વાંચ્યું છે કે નહીં ? કે પછી એમને એમજ હાંક્યે રાખો છો કે આ લોક પરલોકના સુખના અર્થીએ પણ ધર્મ જ કરવો જોઈએ ?
ઉત્તર - જરૂર વાંચ્યું છે, એ વાંચનાર સહજ રીતે સમજી શકે એમ છે કે હંમેશા નિંદા કરવી હોય તો એ કામનાની નિંદા કરો, પણ દાળ ભેગી ઈયળ ન બફાઈ જાય એ જોજો; તેમજ એ કામનાવાળા પચ્ચક્ખાણને ભૂંડું ભૂંડું કહી વગોવશો નહીં.
પ્ર૦- એ કામના જો ભૂંડી, તો પછી એ કામનાપૂર્વકના ધર્મને ભૂંડો કેમ ના કહેવાય ?
ઉ0 – એટલા માટે કે શાસ્ત્રકાર ભગવંતો એ ધર્મ દ્વારા પણ એની ભાવીમાં પ્રગતિ થવાની શક્યતા જુએ છે. એટલે જ એ અષ્ટકના છેલ્લા શ્લોકમાં કહે છે કે,
(૧૮) ‘અષ્ટક’ શાસ્ત્રમાં દ્રવ્ય પચ્ચક્ખાણનું મહત્ત્વ :
द्रव्यप्रत्याख्यानं किमनर्थकमेव ? न, इत्याह, 'जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥
અર્થ :- આ જિનનું કહેલું હોવાથી સદૂભક્તિ વડે, દ્રવ્યથી પણ પળાતું (પચ્ચક્ખાણ) તે બાધિત થતુંથતું ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે.
પૂ.શ્રી જિનેશ્વરસૂરિ મહારાજ તેની વૃત્તિમાં ‘જિનોક્ત' શબ્દના બે અર્થ કરીને આ શ્લોકની અક્ષરઘટના કરતાં કહે છે કે –
પૂ. જિનેશ્વરસૂરિજી મ. શું કહે છે ઃ
:
ફક્ત ભાવથી જ નહીં, કિંતુ અપેક્ષાદિ (= ઇહલૌકિક-પારલૌકિક અર્થની કામના આદિ) થી દ્રવ્યથી ગ્રહણ કરેલું પચ્ચક્રૃખાણ પણ ભાવપચ્ચક્ખાણનું કારણ છે, કેમકે તે
Jain Education International
(૧૪૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org