________________
‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્ર શું કહે છે ? :
(૧૬) પૂ. ઉપા૦ યશોવિજય મહારાજ ‘ઉપદેશ રહસ્ય' શાસ્ત્રમાં શ્લો. ૯૮ ની ટીકામાં સૂત્ર કૃતાંગ સૂત્રની સાક્ષી આપીને કહે છે કે વ્યાખ્યાન કરનારો સાધુ અતિશય જ્ઞાની ન હોવાથી કોઇ અર્થના નિર્ણયમાં પોતાને શંકા ન હોય છતાં સાશંકપણે બોલે અને ‘હું જ આ વાત બરાબર જાણું છું બીજું કોઈ નહીં’ આવા અભિમાનનું પ્રદર્શન ન કરે, અસ્ખલિત સ્યાદ્વાદ ગર્ભિત પ્રરૂપણા કરે’ પૂ. ઉપાધ્યાયજી મ. ના વચનોને સમજેલા મહાપુરુષો એટલે જ તો પોતાના વ્યાખ્યાનાદિ પૂરા થયા પછી ‘કદાચ મારાથી અનાભોગાદિથી કાંઇ શાસ્ત્ર વિરુદ્ધ બોલાઈ ગયું હશે તો’ એવી શંકા રાખીને અવશ્યમેવ મિચ્છામિ દુક્કડમ્ દેતા હોય છે. જે લોકો પોતાનું બોલેલું તે જિનની વાણી જ છે એવું અભિમાન રાખતા હોય તેમની પાસે આ સદાચાર-સુવિહિત પરંપરાના પાલનની શી અપેક્ષા રાખવાની હોય ?
(૧૭) જે લોકો ભોગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને એકાન્તે અપ્રધાન દ્રવ્ય ક્રિયામાં ખતવવા માગે છે તેઓએ શ્રી ‘ઉપદેશ રહસ્ય' ગ્રન્થના ૨૧ મા શ્લોકની અવતરણિકા તથા એ શ્લોકની ટીકા ખાસ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ એમાં મોક્ષફળને આશ્રયીને અપ્રાધાન્ય નિર્દેશ કર્યો હોવા છતાં કુગ્રહ વિરહ સમ્પાદનાદિને આશ્રયીને પ્રધાન દ્રવ્યક્રિયા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે.
(લેખાંક : ૨)
(દિવ્યદર્શન - વર્ષ ૩૩ - અંક ૧૫, વિ.સં. ૨૦૪૧ તા. ૨૨-૧૨-૮૪) ‘અષ્ટક શાસ્ત્ર’માં ભાવનું મહત્ત્વ :
પ્રશ્ન-ઈહલૌકિક પરલૌકિક અર્થની કામનાને તો પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ‘શ્રી અષ્ટક પ્રકરણ’ ના આઠમા અષ્ટકના બીજા શ્લોકમાં ભાવ પચ્ચક્ખાણમાં વિઘ્નભૂત બતાવે છે, તેમજ એ કામનાની નિંદા કરે છે અને એ કામનાની નિંદા કરીને એવી કામનાપૂર્વકના પચ્ચક્ખાણને (૧) ‘આ ભગવાનનું (૧) ‘આ
Jain Education International
(૧૪૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org