________________
-
ઉ૦ – પ્રગટ મોક્ષનો આશય હોય તો જ તે ધર્મ ભાવવાળો બને એવું એકાન્તે માનવું ભૂલ ભરેલું છે.
‘કૂપ દૃષ્ટાન્ત’ શાસ્ત્ર શું કહે છે ? :
પૂ. ઉપાધ્યાયજી મહારાજ ‘કૂપ દષ્ટાન્ત-વિશદીકરણ' નામના ગ્રન્થમાં લખે छे' न च सर्वाऽपि जिनपूजाऽप्राधान्येनैव द्रव्यरूपा, अपूर्वत्वप्रतिसंधानविस्मय- भवभयादिवृद्धि - भावाऽभावाभ्यां द्रव्य भावेतरविशेषस्य तत्र तत्र પ્રતિપાવનાત્ ।’ તાત્પર્ય, ધર્મક્રિયા કરતી વખતે ઉલ્લાસ, રોમાંચ, વિસ્મય, અપૂર્વતાનું અનુસંધાન, આદર-બહુમાન, ભવભયાદિવૃદ્ધિ વગેરે... આ દરેક ભાવાન્તર્ગત જ છે.
પ્ર૦- મોક્ષના પ્રગટ આશય વિના આ બધું હોય ? ઉ – જરૂર હોઈ શકે છે. દા.ત.
પુ૦ પ્રબન્ધ સંગ્રહ શું કહે છે ? :
(૧૧) શ્રી કૃષ્ણ મહારાજે જાહેર કર્યું કે આવતી કાલે પ્રભાતે સૌથી પહેલાં શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરે તેને હું મારો પટ્ટઅશ્વ ઈનામ આપીશ આ સાંભળીને પટ્ટાશ્વ મેળવવા માટે (૧) પાલક વહેલી સવારે ઊઠીને શ્રી નેમનાથ ભગવાનને વંદન કરવા દોડ્યો, જ્યારે (૨) શામ્બ સવારે ઊઠીને ત્યાંજ રહી ભગવાનની દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ભક્તિભાવથી વંદન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનેમનાથને ‘પહેલી વંદના કોણે કરી ?’ એવો પ્રશ્ન પૂછે છે, ત્યારે ખુદ નેમનાથ ભગવાન કહે છે કે ‘દ્રવ્યથી પાલકે કરી, અને ભાવથી શામ્બે પહેલી વંદના કરી.’ મોક્ષના પ્રગટ આશય વિના ભાવ હોય જ નહીં એવું માનનારા અહીં શું કહેશે ? પટ્ટઅશ્વ મળવાની આશાથી શામ્બે જે સવારે વંદના કરી, એ ભાવવંદના ન હતી એમ કહેવાની હિંમત કોણ કરશે ? તથા એણે કરેલી ભાવવંદના પટ્ટઅશ્વ માટે ન જ હતી તેવું કયા આધારે કહી શકાશે ?
પાંડવચરિત્રાદિ શાસ્ત્ર શું કહે છે ? :
(૧૨) ક્ષાયિક સમક્તિી શ્રી કૃષ્ણવાસુદેવે અને ખુદ શ્રી નેમનાથ ભગવાને
(૧૪૦)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org