________________
મૌન રહેવાને બદલે દ્વૈપાયનના ભાવી ઉપદ્રવથી બચવા માટે દ્વારિકાના લોકોને જિનપૂજા આયંબિલ વગેરે ધર્મ કરવાનું ઉપદેશ્ય, (જાઓ “પાંડવચરિત્ર') અને દ્વારિકાના લોકોએ ૧૧ વરસ સુધી એ પ્રમાણે કર્યું, તો શું ભગવાનને વિષક્રિયા વગેરેની ખબર નહીં હોય? જાણ્યા વગર અને સમજ્યા વગર જેઓ ધર્મક્રિયાને વિષક્રિયાના લેબલો માર્યા કરે છે તેઓને શું ભગવાન નેમનાથ કરતાં વધારે ડાહ્યા સમજવા?
પ્ર - તમે એમ કહેવા માંગો છો કે “મરજીમાં આવે તેમ મંદિરઉપાશ્રયમાં ધર્મ કરો તો પણ કલ્યાણ થાય.”?
ઉ૦-સ્વપક્ષપુષ્ટિ માટે અરજીમાં આવેને ફાવે તેમ તોફાનો કરવા-કરાવવા માટે ઢંગધડા વગરનો ધર્મ કરવાથી-કરાવવાથી કે ફાવે તેમ બોલવાથી ધર્મ થાય એવું કોઈ ભવભીરુ ઉપદેશક કહે ખરા? ભવભીરુ ઉપદેશકો તો એમ કહે છે કે કોઈપણ રીતે કરેલો ધર્મનિષ્ફળ જતો નથી એનાથી મહાલાભ થાય જ છે. જુઓઉપદેશ તરંગિણી' શાસ્ત્ર શું કહે છે? -
(૧૩) ઉપદેશ તરંગિણી ગ્રન્થમાં શ્રી રત્નમંદિરગણી મહારાજ કહે છે કે (પૃ. ૨૬૭) “દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે... - “ િવહુના ! ઘર્મ સર્વ પ્રરે તો મદીનામાંય મવતિ.” તથા એજ મહાપુરુષ પૃ. ૨૧૯ ઉપર કહે છે કિં બહુના ! યેન કેન પ્રકારેણ પૂજા કૃતા ન નિષ્ફલા – શું ઘણું કહેવું? કોઈ પણ પ્રકારે કરેલી શ્રી જિનપૂજા નિષ્ફળ હોતી નથી, એટલે જ તેઓશ્રી પૃષ્ઠ ૨૬૪ ઉપર કહે છે –
लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यत: स्नेहतो लोभादेव हठाभिमान-विनय-श्रृंगार-कीर्त्यादितः । दुःखात् कौतुक-विस्मय-व्यवहतेर्भावात् कुलाचारतः ।
वैराग्याच्च भजन्ति धर्ममसमं तेषाममेयं फलम् ॥ અર્થ – “લજજાથી, ભયથી, વિતર્કવશ, મત્સરથી, સ્નેહથી, લોભથી,
(૧૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org