________________
એ આપણે ભૂલી ગયા? ઉપમિતિનો પ્રથમ પ્રસ્તાવ જેણે ધ્યાનપૂર્વક વાંચ્યો હોય એને એવો વિશ્વમ કેમ થતો હશે? થયો હોય તો ઉપદેશકોએ ફરીથી એ પહેલો પ્રસ્તાવ વાંચી જવો જોઈએ. દમકને વારંવાર સમજાવવા છતાં તે નથી સમજતો પણ છતાંય મહા મહેનતે સમજે છે.
પંચાશક શાસ્ત્ર તપ અંગે શું કહે છે? -
(૧૦) આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચાશક શાસ્ત્રમાં શ્લોકર૭માં, તથા તેના વ્યાખ્યાકાર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ તે શ્લોકની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે જણાવે છે કે “સાંસારિક ઉપદ્રવ ટાળવા આદિના આશયથી રોહિણી-અમ્બ વિગેરે સાધર્મિક દેવતાના ઉદ્દેશથી કુશલાનુષ્ઠાનરૂપ તપમાં પ્રવૃત્તિ કરીને અનેક મહાનુભાવો કેવલિ ભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા”. જો સાધર્મિક દેવતાને ઉદ્દેશીને સાંસારિક આશયથી થતા તપ આદિ કુશલાનુષ્ઠાનરૂપ ધર્માચરણ (જેમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની પૂજા કરવાનું વિધાન છે તેના) વડે ચારિત્રધર્મનો લાભ અનેકને થયો હોય તો દેવાધિદેવને ઉદ્દેશીને સાંસારિક ઈષ્ટસિદ્ધિ માટે કરાયેલા તપ વગેરેથી નુકશાન થવાનું, ભવભીરુ ઉપદેશક કઈ રીતે બોલી પણ શકે? જો એ બોલે તો ભગવાનના શાસનનો પરમ દ્રોહ થાય કે નહીં? તે વિચારવું જોઈએ.
શ્રાવક પરંપરાએ પણ મુક્તિમાં જાય એવા પવિત્ર આશયવાળા ધર્મોપદેશક સાંસારિક લાભ માટે પણ શ્રાવક ધર્મ જ કરે.” એવો ઉપદેશ કરે ત્યારે જે લોકો એમના પર એવો અસત્ આરોપ ચડાવી રહ્યા છે કે “આ તો સંસાર માટે ધર્મ કરવાનો કહે છે માટે મિથ્યાત્વના ઉદયથી પીડાઈ રહ્યા છે”... ઈત્યાદિ. એવો અસત્ આરોપ કરનારા લોકો સીતા રાવણને ત્યાં રહી આવ્યા એનો અર્થ જ એ કે સીતા અસતી છે એવો આરોપ ચડાવનારા મૂઢ લોકો જેવા કેમ નહીં? ખરેખર તો એ ભીંત ભૂલી રહ્યા હોય અને ઉપર ઉલ્લેખેલા શાસ્ત્રકાર ભગવંતોનું ઘોર અપમાન કરી રહ્યા હોય એમ લાગે છે.
પ્ર-શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે ભાવ વગર કરેલા ધર્મથી કલ્યાણ ના થાય તો હવે મોક્ષના આશય વિનાનો ધર્મ ભાવવાળો કેવી રીતે કહેવાય?
(૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org