________________
“ભરતાદિનું કલ્યાણ થાઓ. તમારે અમારી ચિંતાનું શું કામ છે? આ ભગવાન પાસેથી અમને જે મળવાનું હોય એ મળો. બીજાઓનું અમારે કામ
નથી.”
કેવો સરસ ઉત્તર ! જો નમિ-વિનમિમાં આટલી સૂઝ હોય, તો એમનો જવાબ વાંચ્યા પછી પ્રબુદ્ધ શ્રાવકો શું એટલું ન સમજે કે “દા.ત. કદાચ મારે દેવું કરવું પડે એવી સ્થિતિ આવી હોય તો બીજા પાસે શું કરવા માગવા જવું? મારા ભગવાન પાસે જ ન માગું? શું નમિ-વિનમિતે આવી માંગણીથી નુકશાન થયું ? શું એમના ભવના ફેરા વધ્યા? અરે ! એ તો એ જ ભવમાં દીક્ષા લઈ બે ક્રોડ મુનિઓ સાથે શ્રી સિદ્ધગિરિ પર અનશન કરી મોક્ષમાં ગયા! ભગવાનને વિશ્વના સ્વામી, કલ્પવૃક્ષ, ને બીજા બધા કરતાં શ્રેષ્ઠ, એવું સમજનારા અને ભગવાનની પાસે રાજય માંગનારા તદ્ભવ મુક્તિગામી નમિ-વિનમિ શું સાવ મુગ્ધ હશે? ભગવાન પાસે માંગવાનો નિર્ધારવાળા શ્રાવકોને આડકતરી રીતે “માગણીઆ” કે “ભિખારી' શબ્દથી નવાજવા એ શ્રાવકોની આશાતના કરવા જેવું છે. - સાધુને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના કરવાની મનાઈ છે, સાધુ રોજ બેવાર પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્રમાં “સાવયાણ આસાયણાએ, સાવિયાણ આસાયણાએ બોલીને શ્રાવકની ને શ્રાવિકાની આશાતના કરી હોય એનો મિચ્છામિ દુક્કડ દે છે, વળી આપણે કોઈ મુગ્ધ આદિ જીવને સમજાવીએ કે “જો મોક્ષ માટે જ ધર્મ કરાય તો શું એટલા માત્રથી પેલો સમજી જ જાય એમ? ને આગ્રહ ન છોડે તો તે અયોગ્ય જ હોય?” એવો કદાગ્રહ કોઈ પણ શાસ્ત્રકારોએ રાખ્યો નથી. બધા જ મુગ્ધ જડ જીવો કાંઈ એક સરખા થોડા જ હોય? કોઈ તાત્કાલિક સમજે પણ ખરો, તો કોઈ ન પણ સમજે, અર્થાત્ કષ્ટસાધ્ય હોય. એટલા માત્રથી “એ મુગ્ધ નથી” – એમ કેમ માની લેવાય? ઉપમિતિ પહેલો પ્રસ્તાવ શું કહે છે -
ઉપદેશકનું પણ ભાગ્ય એમાં કામ કરે કે નહીં? ભગવાન શ્રી મહાવીરને જોવા માત્રથી ભડકીને ભાગી જનારો ખેડૂત ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામેલો
(૧૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org