________________
શાસ્ત્રકારોએ વિવિધ કારણથી કરાતા ધર્મના અમાપફળ કહી ધર્મ ખૂબ કર્યો જવાનું કહ્યું છે એ આ જ માટે કે ધર્મ ખૂબ સાધતા રહેવાથી ધર્મપ્રેમ ધર્મશ્રદ્ધા જાગે, ને વધતી રહે. સાંસારિક ફળ માટે પણ અમલ ધર્મ યાને જિનેશ્વર ભગવાનના ભાખેલા સેવા-પૂજા આદિ ઉત્તરોત્તરધર્મ કરવાથી અમાપલાભ થાય છે. તે માત્ર પરંપરાએ જ નહિ કિન્તુ નિકટમાં મુક્તિગામી, સાંસારિક ચીજવસ્તુ પ્રાપ્ત ક૨વા માટે પણ ભગવાનનો જ આશરો લેનારા જીવોને પણ સાક્ષાત લાભ થવાના દૃષ્ટાંતો અપાયા છે. દા.ત.
યોગશાસ્ત્ર શું કહે છે ? :
(૯) શ્રી ઋષભદેવ ભગવાને સંબંધીઓને સંપત્તિ વહેંચીને દીક્ષા લીધી તે વખતે નમિ-વિનમિ પરદેશ ગયા હતા તેથી એમને કાંઈ મળેલું નહિ. પણ પાછા ફર્યા ત્યારે ભરતે તેઓને રાજ્યનો ભાગ આપવા માંડ્યો પણ તેઓએ લીધો નહિ, અને એ આવ્યા ભગવાન પાસે. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને પ્રણામ કરીને વિનંતી કરે છે કે ‘હમારા સ્વામી આપ જ છો, અમને રાજ આપો' ભગવાન તો નિર્મમ હોવાથી કાંઈ જ બોલતા નથી; તો ભગવાનની સાથે જ રહીને રોજ ભગવાનની સેવાપૂજા કરે છે. એક વખત ત્યાં વંદન કરવા આવેલા ધરણેન્દ્ર એમને કહે છે ‘ભગવાન તો નિષ્પરિગ્રહી છે, એ શું આપશે ? માટે તમે ભરત પાસે જઇને રાજ્ય માંગો', ત્યારે નમિ-વિનમિએ જે જવાબ આપ્યો તે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું મંગાય જ નહિ એવું એકાન્તે માનનારા અને ઉપદેશનારાની આંખ ખોલી નાંખે એવો છે. તેઓ કહે છે કે –
“આ વિશ્વના સ્વામી મળ્યા પછી અમે બીજા સ્વામી કરીએ નહિ. કલ્પવૃક્ષ મળ્યા પછી બાવળને કોણ સેવે ? અમે તો પરમેશ્વરને છોડીને બીજા પાસે નહીં જ માગવાના. શું ચાતક પક્ષી મેઘને છોડીને બીજા પાસે યાચના કરે ?’’
આ જવાબ શબ્દેશબ્દ વાંચવો હોય, તો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના યોગશાસ્ત્ર પહેલો પ્રકાશ દસમા શ્લોકની ટીકામાં શ્લોક-૧૪૭ થી બરાબર વાંચો. વળી એ નમિ-વિનમિ ધરણેન્દ્રને કહે છે કે
Jain Education International
(૧૩૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org