________________
કેમકે જીવનમાં ધર્મની પ્રધાનતા એ જ સફળતા છે, અને જ્યાં ને ત્યાં ધર્મનો આશરો લેવાથી ધર્મસાધના કરતા રહેવાથી જ ધર્મ પર પ્રેમ વધે છે. ધર્મ ખાતર કે મોક્ષ ખાતર કશું કરવું નથી ને ‘અમે તો મોક્ષનો જ આશય રાખનારા છીએ,’ એમ પોપટપાઠની જેમ રટ્યા કરવું છે તો એ નર્યો દંભ થાય. અધ્યાત્મસાર શાસ્ત્ર શું કહે છે ? :
નર્યા દંભનું પ્રદર્શન થતું હોય ત્યારે કોઈપણ શાસનપ્રેમીના હૈયાને ઊંડો આઘાત લાગે. પૂ. ઉપા.યશોવિજય મહારાજ ‘અધ્યાત્મસાર’ માં કહે છે – दम्भेन व्रतमास्थाय यो वांछति परं पदम् । लोहनावं समारुह्य, सोऽब्धेः पारं यियासति ॥
‘દમ્ભ વડે વ્રત રાખીને જેઓ પરમપદ-મોક્ષને વાંછે છે તે લોઢાની નાવમાં બેસીને સમુદ્ર પાર કરવાને ઇચ્છે છે.’
શું આ મોક્ષની મશ્કરી છે ? ના, બિલકુલ નહીં, આ તો મોક્ષની મશ્કરી કરાવનારાઓ સામે લાલબત્તી છે.
પેલો પોપટ... પિંજરામાં બેસીને રાત-દિવસ મુક્તિ-મુક્તિનો પોકાર કરતો હતો, ઘરમાં આવેલા અતિથિને દયા આવી ગઈ, સવારે શંકા ટાળવા બહાર ગયા ત્યારે પોપટને મુક્તિ અપાવવા માટે છાનામાના પિંજરાનું દ્વાર ખોલીને ગયા. પછીથી ઘરમાં પાછા આવી સવારે નાસ્તો પતાવીને જ્યારે વિદાય લેતા બહાર નિકળ્યા ને જોયું ત્યારે પેલો પોપટ ત્યાં જ બેઠેલો. અતિથિના હૈયાને ઊંડું દુઃખ થયું કે અહો ! મુક્તિ-મુક્તિનો પોકાર કરનારાની આ દશા ?! ઓળખીને દૂર રહેજો એવા લોકોથી.
જ્યારે આ રીતે એકાન્તવાદની આગ્રહના પિંજરામાં બેઠેલા નનામી પત્રિકા લખનારા સૂત્રધારોની સામે અનેકાનેક શાસ્ત્રપાઠો દર્શાવવા છતાં પણ એ પિંજરું છોડવા તૈયાર થતા નથી ત્યારે તેઓ પોતે જ વાસ્તવમાં મોક્ષની મશ્કરી કરાવી રહ્યા હોય છે. જે તમામ શાસનપ્રેમી હૈયાઓને ઊંડો આઘાત જન્માવી જાય છે.
Jain Education International
(૧૩૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org