________________
“અર્થામામિનાવિવિ ધર્મ વ્ યતિતવ્યમ્”-(‘ઉત્તરાધ્યયન’ ટીકા) અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવા જેવો છે.
,
આમ ‘અર્થ-કામના અભિલાષીએ પણ' એમાં ‘પણ’ કહેવાથી એ સ્પષ્ટ જ છે કે “મોક્ષના અભિલાષીએ તો ધર્મ કરવાનો જ છે, કિન્તુ અર્થકામાભિલાષીને માટે પણ શાસ્ત્રકાર ધર્મ કરવાનું વિધાન કરે છે. અર્થ-કામ માટે પણ ધર્મ જ કરો, પાપ નહિ, અર્થકામનો આશય હોય તો ય ધર્મ જ કર્તવ્ય છે.’ શાસ્ત્રાનુસારી ઉપદેશ કરવામાં જે એમ ખોટી તારવણી કરે કે ‘તમે તો સંસારસુખ માટે જ ધર્મ કરવાનું કહો છો' એ શાસ્ત્રાનુસારી ઉપદેશક ૫૨ જાણી બુઝીને ખોટો આરોપ મૂકવાનું હલકું કાર્ય છે.
આવા
બાકી અમે તો કહીએ જ છીએ કે ‘આ ઉત્તમ માનવજનમ આત્માને સંસારના બંધનોથી મુક્ત કરી મોક્ષ પામવા માટે જ છે, અને સંસારના બંધનો નષ્ટ કરવાનું તથા મોક્ષ પ્રાપ્ત કરવાનું ધર્મપુરુષાર્થથી જ બની શકે. તેથી એ અનંત કલ્યાણની સ્થિતિ ઊભી કરવા બને તેટલું ધર્મસાધનામાં લાગ્યા રહો, છતાં એટલું જોજો કે ધર્મ તો માત્ર મોક્ષ માટે જ કરવાનો એમ કરી સાંસારિક જીવનની ગડમથલમાંથી ધર્મને બાદ ન રાખતા. તેમજ બીજા અભિનવ શ્રદ્ધાવાળાને ભડકાવતા નહીં. વળી જો ભગવાન અને ધર્મના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા કેળવવી હોય તો હાડોહાડ માનજો કે જેમ મોક્ષનું પ્રયોજન ધર્મથી જ સિદ્ધ થાય છે, તેમ આ લોકનું કાર્ય પણ ધર્મથી જ સિદ્ધ થાય છે. તેથી આ લોકનાં કાર્ય સિદ્ધ કરવા જાઓ ત્યાં પણ ધર્મને જ આગળ કરજો, ધર્મને જ મુખ્ય કરજો, જો જિનેશ્વર ભગવાનના ધર્મને આગળ નહિ કરો, એને મહત્ત્વ નહિ આપો, ને ઈષ્ટ સાધવા જૂઠ, અનીતિ, પ્રપંચ, વિશ્વાસઘાત વગેરે મહાપાપોમાં પડશો, યા મિથ્યા દેવદેવીનો આશ્રય લેશો, તો ભયંક૨ કર્મ-બંધનો અને દુર્ગતિ ઊભી થશે.
આમ મોક્ષ માટે ધર્મ ક૨વાનો અમારો પહેલો ઉપદેશ હોવાની સાથોસાથ ધર્મને જીવનવ્યાપી બનાવવાનો ને ધર્મને જીવનમાં મુખ્ય સ્થાન આપવાનો અમારો ઉપદેશ છે.
Jain Education International
=
(૧૩૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org