________________
પવિત્ર ફરજ છે. બાકી “મોક્ષના અંતિમ ઇષ્ટ માટે પણ ધર્મ જ શ્રેયસ્કર છે, ધર્મ કરીને આખરે તો આજ ઈચ્છવા જેવું છે કે આપણા જનમ મરણની પરંપરાનો અંત આવે... એવું તો આજ સુધી અમારા દ્વારા અનેકવાર કહેવાયું જ છે (છૂપાવ્યું નથી જ). કેમકે જીવને વારંવાર જનમ-મરણ જેવું બીજુંદુઃખ નથી, બીજી વિટંબણા નથી, નાલેશી નથી.... આ ઉત્તમ આર્ય માનવભવ આ જનમ-મરણની નાલેશી હટાવવા માટે છે. મનુષ્ય જિંદગીનું, જનમ-મરણનો કાયમી અંત લાવવા જેવું બીજું કોઈ ઊંચું પ્રયોજન નથી. આ જિંદગી જો આ પ્રયોજન માટે જીવાઈ જાય તો ખરેખર જિંદગી સફળ થઈ ગઈ. કારણ એક જ, સંસારના સમસ્ત દુઃખો આ જન્મ-મરણના દુઃખની પાછળ જ સિદ્ધ થયેલા છે. ત્યારે આ જનમ-મરણાદિના દુઃખ નિવારવા અને જયાં કદી પણ જનમ-મરણ નથી એવું મોક્ષનું શાશ્વત સ્થાન પમાડવા માટે એકમાત્ર ધર્મ જ સમર્થ છે. તેથી જન્મ-મરણનો અંત લાવી મોક્ષ પામવા માટે આ ઉત્તમ ભવમાં ધર્મ જ કરવો જોઈએ. મોક્ષ ન થાય ત્યાં સુધી ધર્મ ભલે સ્વર્ગાદિનાં સુખ દેખાડે, પરંતુ હંમેશ માટે આપણી કામના ધર્મ કરીને મુખ્યપણે જન્મ-મરણના અંત અને મોક્ષ માટેની રાખવાની; કેમકે સ્વર્ગાદિ સંસારસુખમાં અટવાઈ જવામાં તો મોક્ષ દૂર થઈ જાય છે. આમ ધર્મથી મુખ્યપણે મોક્ષ મેળવવાનો છે, એવો તો કાયમનો ઉપદેશ રહેવાનો જ છે.
પરંતુ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવનમાં ઠેર ઠેર ધર્મને કેટલું સ્થાન આપવું, એ વિચારીએ ત્યારે અનેકાનેક પૂર્વાચાર્ય ભગવંતો ઉપદેશ કરી રહ્યા છે કે તમારે જીવનમાં સર્વત્ર ધર્મને પ્રધાન-મુખ્ય બનાવવો. તમે કોઈ વિશેષ વેપારાદિ કાર્ય કરવા જાઓ છો, ત્યારે ધર્મનું મંગળ કરીને જજો, કેમકે તમે ઇચ્છો તો છો જ કે “મારું આ સાંસારિક કાર્ય અનીતિ આદિ આચર્યા વિના સિદ્ધ થઈ જાય, તો સમજી રાખો કે એ કામ ધર્મથી જ થશે, કેમકે ઉત્તરાધ્યયન અને શ્રાદ્ધવિધિ શું કહે છે?
“ધર્મ પ્રધાન્ચને સર્વત્ર સાર્ચ”- (‘શ્રાદ્ધવિધિ’) અર્થાત્ ધર્મને મુખ્ય કરવાથી સફળતા મળે. એટલે જ કહ્યું કે
(૧૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org