________________
શાસ્ત્રપાઠો સામે તો ચૂપ જ છે. શ્રાવકો માટે રચાયેલા આ શાસ્ત્રોની વાતો શ્રાવકો આગળ છુપાવીને ખરેખર એ શાસ્ત્રકારોની અને એ શાસ્ત્રોની અવગણના કરી રહ્યા હોય તેવું જણાય છે.
મહાન શાસ્ત્રકારોની ધરાર અવગણના કરીને જ્યારે એવો સ્વૈચ્છિક ઉપદેશ દેવાતો હોય કે ‘મોક્ષ સિવાય બીજા કોઈ આશયથી ધર્મ કરાય જ નહીં., ધર્મ કરીને એના ફળરૂપે મોક્ષ સિવાય બીજું કશું ઇચ્છાય જ નહીં' ત્યારે આવો એકાન્તવાદનો ઉપદેશ એ શાસ્ત્રવિરુદ્ધ સ્વકલ્પિત ઉપદેશ છે, એ બતાવવા પૂરતાં જ ‘આ લોકના કાર્ય સિદ્ધ કરવા માટે પણ ધર્મનું વિધાન કરતા જુદા જુદા શાસ્ત્રોના પાઠો' રજુ કરી બતાવવામાં આવે છે કે જ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ ક્યાં ક્યાં મોક્ષ સિવાયના આ લોકના કાર્યો સિદ્ધ કરવા પણ ધર્મનો જ આશ્રય લેવાનું કહ્યું છે !!
આ કહેવાય ત્યારે જે લોકો એવો આક્ષેપ કરે છે કે ‘તમે તો મોક્ષ માટે ધર્મના ઉપદેશને બાજુ ૫૨ મૂકીને સંસાર માટે જ ધર્મ કરવાનું કહો છો.' આવો જુઠો આક્ષેપ કરવો એ નરી વક્રતા છે. આ લોકના કાર્ય માટે પણ ધર્મનો આશ્રય લેવાય ત્યાં ધર્મ કરવામાં આ લોકના કાર્યની સિદ્ધિ કરવાનો આશય હોય, એવા થોકબંધ શાસ્ત્રપાઠો રજુ કરવાનો હેતુ ‘મોક્ષ સિવાયના બીજા કોઇ આશયથી ધર્મ થાય જ નહીં’ એવા એકાન્તગર્ભિત ઉપદેશને શાસ્ત્રવિરુદ્ધ ઠરાવવાનો છે, પણ નહીં કે સંસાર માટે જ ધર્મ ક૨વાનું વિધાન ગોખાવવાનો ! મોક્ષ માટે તો ધર્મ કરવાનો જ છે, પરંતુ મોક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી સંસારમાં પણ ધર્મને વ્યાપક બનાવવાનો છે. આમ સંસાર માટે જ ધર્મનું વિધાન કરવાનો હેતુ જ નથી, પછી એવો આક્ષેપ આંખો મીંચીને અણસમજ વિના કોણ કરે ? કેમકે જગત જાણે છે કે મોક્ષ માટે ધર્મનો ઉપદેશ અમે કરીએ જ છીએ, આ તો ‘ભગવાન કે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું મંગાય જ નહીં, ઇચ્છાય જ નહીં.’ એવો જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ એકાન્તગર્ભિત ઉપદેશ ડિંડિમ વગાડી વગાડીને દેવાતો દેખાયો ત્યારે એની શાસ્ત્રવિરુદ્ધતા બતાવવા માટે શાસ્ત્રપાઠો અને એના પર શાસ્ત્રાનુસારી વિચારણા રજુ કરવામાં આવે એ શાસ્ત્રપ્રેમીઓની.
Jain Education International
(૧૩૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org