________________
ધર્મસંગ્રહ ગ્રન્થમાં શ્રાવકોને ખાસ ધર્મને પ્રધાન કરવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે “સમુરિતદ્રશ્ય-
વિવિઘાર વાડવિખેનમમતમવિહાર્યसिद्धयर्थ पंचपरमेष्ठिस्मरण-श्रीगौतमादिनामग्रहण - कियत्तद्वस्तु श्री देवगुर्वाधुपयोगित्वकरणादि कर्तव्यं, धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात्"
અર્થ :- “જત્થાબંધ (અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતાં પૂર્વે નિર્વિક્નપણે ઈષ્ટલાભ આદિ કાર્યસિદ્ધિ માટે પંચપરમેષ્ઠિ ભગવંતોને યાદ કરવા, શ્રી ગૌતમસ્વામીજી આદિનું નામ લેવું, લાભમાંથી અમુક ભાગ દેવ-ગુરુના ઉપયોગમાં લેવા સંકલ્પ કરવો. કારણકે ધર્મને પ્રધાન કરીએ તો જ સફળતા મળે.”
શું આવો ઉપદેશ કરનારા શ્રાદ્ધવિધિકાર તથા ધર્મસંગ્રહકારે પાપોપદેશ કર્યો? શું તેઓ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાન્તોથી અજાણ્યા હશે?
પ્ર. શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું હોય પણ બધું શ્રાવકોને કહેવાનું હોય?
ઉ૦ - શ્રાવકોને માટે જ ખાસ જે ગ્રન્થોની રચના થઈ હોય તેની વાત શ્રાવકોને નહીં કહેવાની, તો કોને કહેવાની? શ્રાવકોને આવી વાતો ના કહેવાય એવું માનનારા જ્યારે ઉપરોક્ત શાસ્ત્ર શ્રાવકોને સંભળાવશે ત્યારે ઉપરના શાસ્ત્રપાઠોને ક્યાં મૂકી આવશે?
ઉપા૦ યશોવ મહારાજ શું કહે છે?:
શ્રાવકે શું કરવું જોઈએ?” એ વાત ઉપર પ્રકાશ પાડતી વખતે જે લોકો ઉપરોક્ત શાસ્ત્રપાઠઇરાદાપૂર્વક છુપાવી રાખે તેઓને શું પૂ. ઉપાયશોવિજયજી મહારાજનું નિમ્નોક્ત વચન બરાબર લાગુ નહિ પડે?
કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે,
ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહીં મંદ રે.” તદુપરાંત - “મુગ્ધ લોકો સિવાય બીજાઓને અર્થાદિ માટે ધર્મ કરવાનું કહેવાય જ નહીં આવો એકાન્ત કદાગ્રહ ધારણ કરનારાઓ પણ ઉપરોક્ત
(૧૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org